- ભારતમાં સોમવારે હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી હતી
- પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ હોળીની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો
- મોટી સંખ્યામાં હિન્દુઓએ એક બીજાને રંગ લગાવીને હોળીની ઉજવણી કરી
કરાચી:ભારતમાં સોમવારે હોળી ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી હતી. આ દરમિયાન પાડોશી દેશ પાકિસ્તાનમાંથી પણ હોળીની ઉજવણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં હિન્દુઓએ એક બીજાને રંગ લગાવીને હોળીની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો:દાદરા નગર હવેલીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવાયો હોળી-ધુળેટી પર્વ
કરાચીની મધ્યમાં સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં હોળીની ઉજવણી કરવામાં આવી
આ પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન અને સંસદના અન્ય સભ્યોએ પાકિસ્તાનની જનતાને હોળી બદલ અભિનંદન પાઠવ્યા હતા. વીડિયો પાકિસ્તાનના કરાચીનો છે. જેમાં હિન્દુ સમુદાયના લોકો હોળીની ઉજવણી કરી રહ્યા છે અને એકબીજાને રંગ લગાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. કરાચીની મધ્યમાં સ્થિત સ્વામીનારાયણ મંદિરમાં હોળીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:જામનગરમાં ઘુળેટીનો માહોલ ફિક્કો, લોકોએ કર્યું કોરોના ગાઈડલાઈનનું પાલન