- બોમ્બ વિસ્ફોટમાં વિદ્યાર્થીઓ સહિત 53 લોકોનાં મોત
- વિસ્ફોટની તીવ્રતાને જોતા મોતનો આંકડો વધી શકે
- કોઈ પણ સંગઠને તાત્કાલિક હુમલાની જવાબદારી લીધી નથી
કાબુલ (અફઘાનિસ્તાન) : શિયા પ્રભાવિત પશ્ચિમ ભાગમાં શનિવારે એક સ્કૂલ નજીક બોમ્બ વિસ્ફોટમાં ઘણા યુવાન વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 53 લોકોનાં મોત થયા છે. આ બાબતે અફઘાન સરકારના પ્રવક્તાએ આ માહિતી આપી હતી. તાલિબાનોએ નાગરિકોને નિશાન બનાવતા આ હુમલાની નિંદા કરી છે અને તેમાં તેમની સંડોવણીને નકારી છે.
ત્રણ જુદા-જુદા વિસ્ફોટોનો અવાજ સંભળ્યો હતો
ગૃહ મંત્રાલયના પ્રવક્તા તારિક અરિયાને કહ્યું કે, ઘાયલોને શિયા પ્રભાવિત દાસ્તા-એ-બરચી વિસ્તારમાં સ્થિત સૈયદ અલ-શાહદા સ્કૂલ નજીક વિસ્ફોટમાંથી એમ્બ્યુલન્સ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ ખૂબ જ ભયાનક હતો. રહેવાસી નસીર રહીમીએ જણાવ્યું હતું કે, તેણે ત્રણ જુદા-જુદા વિસ્ફોટોનો અવાજ સંભળ્યો હતો. જોકે, આ દાવાની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.
આ પણ વાંચો : J-K: બારામુલામાં સૈન્યની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હુમલો, એક જવાન ઘાયલ