ઇસ્લામાબાદઃ મુંબઇ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાન સરકારે મોટી રાહત આપી છે. પાકિસ્તાને સઇદ સહિત પાંચ આતંકીઓના બેન્ક અકાઉન્ટ ફરીથી શરુ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ UNSCની કમિટીએ ખાતાને ફરીથી શરુ કરવાની મંજૂરી આપી છે. જે બાદ આ પગલુ ઉઠાવવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર સઇદ ઉપરાંત જમાત-ઉદ-દવા, લશ્કર-એ-તૈયબાના અબ્દુલ સલામ ભુટ્ટવી, હાજી અસરફ, યાહ્યા મુજાહિદ અને જફર ઇકબાલના બંધ પડેલા અકાઉન્ટ્સને ફરીથી શરુ કરવામાં આવ્યા છે.
પાકિસ્તાને ફરી શરુ કર્યા હાફિઝ સઇદ સહિત લશ્કર અને જમાતના બેન્ક ખાતા, UNSCએ આપી અનુમતિ
મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદને પાકિસ્તાન સરકારે મોટી રાહત આપી છે. પાકિસ્તાને હાફિઝ સઇદ સહિત પાંચ આતંકીઓના બેન્ક અકાઉન્ટ ફરીથી શરુ કરવાની મંજૂરી આપી છે.
વધુમાં જણાવીએ તો બધા UNSCની આતંકીઓના લિસ્ટમાં સામેલ છે અને આતંકી ફંડિંગના કેસમાં 1-5 વર્ષની સજા કાપી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર દરેક આતંકીએ UNSCથી અપીલ કરી હતી કે, તેના બેન્ક અકાઉન્ટને ખોલવામાં આવ્યા છે, જેથી તેમના પરિવારનો ખર્ચ ચાલી શકે. વધુમાં ગત્ત મહીને ફાઇનેન્શલ એક્શન ટાસ્ક ફોર્સે નિર્ણય કર્યો હતો કે, પાકિસ્તાનાને હાલ ગ્રે લિસ્ટમાં રાખવામાં આવશે કારણ કે, તે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને પહોંચના ફંડિંગ પર ધ્યાન આપી શક્યા નહીં.
આ પહેલા અમેરિકાએ પણ પોતાના રિપોર્ટમાં પાકિસ્તાનને ભારત, અફ્ઘાનિસ્તાન અને શ્રીલંકામાં આતંકી હુમલો કરનારા સંગઠનોને પાળવાની જગ્યા બતાવી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાને જૈશના સંસ્થાપક અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવામાં આવ્યો હતો, મસૂદ અઝહર અને 2008ના મુંબઇ બ્લાસ્ટના પ્રોજેક્ટ મેનેજર સાજિદ મીર જેવા કોઇ આતંકી વિરુદ્ધ એક્શન લેવામાં આવ્યા નથી.