ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના વાયરસઃ હૉંગકોંગથી જાપાન પહોંચેલા 10 લોકો વાયરસથી પ્રભાવિત - જાપાનના યોકોહામા બંદરગાહ

હોંગકોંગથી જાપાનના યોકોહામા બંદરગાહ પર ક્રૂઝ જહાજ પહોચ્યું હતું. જેમાં આશરે 10 લોકોમાં કોરોના વાયરસ પોઝિટીવ જોવા મળ્યો છે. જે અંગે વાત કરતાં જાપાનના સ્વાસ્થ્ય પ્રધાને આ અંગે કહ્યું હતું કે,"કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવશે. તેમજ તે ક્રૂઝ જહાજથી જાપાન આવેલા મુસાફરોને થોડા દિવસ સુધી જહાજ પર જ રહેવાની સૂચના આપવામાં આવશે."

coronavirus
coronavirus

By

Published : Feb 5, 2020, 12:41 PM IST

જાપાન/ટોક્યોઋ દિવસેને દિવસે વકરી રહેલા કોરોના વાયરસે હવે જાપાનમાં પણ દેખા દીધા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યાનુસાર, યોકોહામાં આવેલાં ક્રૂઝ જહાજમાં ઓછામાં ઓછા 10 લોકો કોરોના વાયરસથી પ્રભાવિત છે. જેઓ બુધવારે જાપાનના યોકાહોમા બંદરગાહ પહોંચ્યા હતાં.

જાપાનના સ્વાસ્થ્ય પ્રધાનને મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતુ્ં કે, "કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને હૉસ્પિટલમાં ખસેડવામાં આવશે. તેમજ જહાજથી આવેલા મુસાફરોને 14 દિવસ સુધી જહાજમાં જ રહેવાની સૂચના આપવામાં આવશે.

17 જાન્યુઆરીએ ચીનથી જાપાન પહોંચેલા 80 વર્ષીય વ્યક્તિનું પરીક્ષણ કર્યા બાદ શનિવારે હોંગકોંગના સ્વાસ્થ્ય પ્રધાને કોરોના વાયરસની પુષ્ટિ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસથી ચીનમાં અત્યાર સુધી 500 લોકોનું મોત થયું છે. જ્યારે લગભગ 24 હજાર લોકો અસરગ્રસ્ત છે.

ABOUT THE AUTHOR

...view details