ટોક્યોઃ જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ખરાબ તબિયતને કારણે તેમણે સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે આજે આ જાહેરાત કરી હતી.
જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ ખરાબ સ્વાસ્થ્યના કારણે પદ પરથી રાજીનામું આપ્યું - japan latest news
જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ખરાબ તબિયતને કારણે તેમણે સરકારથી અલગ થવાનો નિર્ણય કર્યો છે. તેમણે આજે આ જાહેરાત કરી હતી.
આ અગાઉ જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ શુક્રવારે જાપાનના કોવિડ -19 ટાસ્ક ફોર્સ સાથે બેઠક યોજી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, તે ખરાબ સ્વાસ્થ્યના કારણે રાજીનામું આપવા માગે છે. બેઠક દરમિયાન આબેએ જણાવ્યું હતું કે, તેઓ આવતા વર્ષના પ્રથમ 6 મહિના સુધી તમામ નાગરિકો માટે રસી સુરક્ષિત રાખશે.
આબે જાપાનને મંદીમાંથી બહાર લાવ્યા હતા, પરંતુ કોરોના વાઈરસ રોગચાળા વચ્ચે દેશના અર્થતંત્રની સામે એક નવું સંકટ ઉભું થયું છે. આબે 52 વર્ષની વયે 2006માં જાપાનના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. પરંતુ સ્વાસ્થ્યનાં કારણોને લીધે તેઓ એક વર્ષ પછી આ પદ છોડ્યું હતું. આ પછી, આબે ડિસેમ્બર 2012માં સત્તા પર પાછા ફર્યા. આબેએ સોમવારે જાપાનના ઇતિહાસમાં સૌથી લાંબો સમય વડાપ્રધાન બનવાનો ઇતિહાસ બનાવ્યો. અગાઉ, 2,798 દિવસ સુધી પદ સંભાળવાનો રેકોર્ડ ઇસાકુ સાતોના નામે હતો.