ગુજરાત

gujarat

ETV Bharat / international

કોરોના સંકટઃ જાપાનના વડાપ્રધાને કરી કટોકટીની જાહેરાત - કોરોના વાયરસની સારવાર

જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ કોરોના વાઇરસના કારણે કટોકટીની જાહેરાત કરી છે. જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ દેશમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસમાં ઝડપી વધારો થયા બાદ મંગળવારે ટોક્યો સહિત વિવિધ ભાગમાં કટોકટીની જાહેરાત કરી છે.

ETV BHARAT
કોરોનાઃ જાપાનમાં લગાવવામાં આવી કટોકટી

By

Published : Apr 7, 2020, 5:13 PM IST

ટોક્યોઃ જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ કોરોના વાઇરસના કારણે કટોકટીની જાહેરાત કરી છે. જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ દેશમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસમાં ઝડપી વધારો થયા બાદ મંગળવારે ટોક્યો સહિત વિવિધ ભાગમાં કટોકટીની જાહેરાત કરી છે.

આ અગાઉ આબેએ કહ્યું, આવી સ્થિતિ બની રહીં છે જે લોકોના જીવન અને અર્થવ્યવસ્થાને ખરાબ રીતે અસર પહોંચાડે છે. આજે સાંજે સરકારના મુખ્ય મથક ખાતે બેઠક બોલાવીને કટોકટી જાહેર કરવાની મારી યોજના છે.

તેમણે ખાસ કરીને ટોક્યો અને ઓસાકા જેવા શહેરી વિસ્તારોમાં સંક્રમણના નવા કેસો ઝડપથી વધી રહ્યા હોવાનું જણાવી એક દિવસ અગાઉથી યોજનાની જાહેરાત કરી દીધી હતી.

આ ઘોષણા મધ્યરાત્રિથી અમલમાં આવે તેવી સંભાવના છે અને તે સાત અસરગ્રસ્ત વિસ્તારોના રાજ્યપાલોને લોકોને ઘરોમાં રાખવાના અધિકાર આપશે.

ABOUT THE AUTHOR

...view details