ટોક્યોઃ પાકિસ્તાનની મદદ માટે જાપાન આગળ આવ્યો છે. મળતી માહીતી મુજબ, જાપાનના વરિષ્ઠ ઉપ વિદેશપ્રધાન કાનસુગી કેનજીએ તક્ષશિલા સંગ્રહાલય અને શહેરના પ્રાચીન બૌદ્ધ સ્થળોની યાત્રા કરી હતી, તે દરમિયાન પાકિસ્તાનને મદદ આપવાની વાત કરી હતી.
જાપાને પાકિસ્તાનમાં બૌદ્ધ ધર્મસ્થળોના રક્ષણમાં માટે કરી મદદ - જાપાને પાકિસ્તાનના બૌદ્ધ ધર્મ સ્થળો
પાકિસ્તાનની મદદ માટે જાપાન આગળ આવ્યો છે. જાપાને પાકિસ્તાનને બૌદ્ધ સ્થળોના સંરક્ષણમાં મદદ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે. જાપાને પાકિસ્તાનમાં સ્થિત પ્રાચીન બૌદ્ધ સ્થળોના સંરક્ષણ માટે તકનિકી સહાયતાની રજૂઆત કરી છે.
![જાપાને પાકિસ્તાનમાં બૌદ્ધ ધર્મસ્થળોના રક્ષણમાં માટે કરી મદદ જાપાને પાકિસ્તાનના બૌદ્ધ ધર્મ સ્થળોના સંરક્ષણમાં કરી મદદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5855227-thumbnail-3x2-sss.jpg)
જાપાને પાકિસ્તાનના બૌદ્ધ ધર્મ સ્થળોના સંરક્ષણમાં કરી મદદ
આ ઉપરાંચ કેનજીએ કહ્યું કે, જાપાન સાંસ્કૃતિક વિરાસતના મહત્વ ઓળખે છે અને તેના સંરક્ષણને મહત્વ આપે છે. જાપાન સરકારે પાકિસ્તાનમાં સાંસ્કૃતિક વિરાસતના સંરક્ષણ માટે લાખો રૂપિયાના ઉપકરણોની સહાયતા કરી છે. આ માટે અમે પાકિસ્તાનની મદદ કરીશું.