ગુજરાત

gujarat

ETV Bharat / international

છેલ્લા 24 કલાકમાં ચીનમાં કોરોનાથી એક પણ મોત નહી - coronavirus news of china

ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નોંધાયુ નથી. જોકે જાન્યુઆરી બાદ પહેલી વાર આવું થયું છે. આ દરમિયાન કોરોનાવાઈરસના 32 કેસ સામે આવ્યાં છે. જે તમામ વિદેશી લોકો છે.

china news
china news

By

Published : Apr 7, 2020, 11:40 PM IST

ચીનઃ દુનિયાભરમા કોરોનાવાઈરસના મામલાઓ વધી રહ્યાં છે. ચીનથી શરૂ થયેલા આ વાઈરસે ચીનમાં હાહાકાર મચાવી હવે સમગ્ર વિશ્વ માટે સંકટ ઉભું કર્યુ છે. ચીનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી એક પણ મોત નોંધાયુ નથી. જોકે જાન્યુઆરી બાદ પહેલી વાર આવું થયું છે. આ દરમિયાન કોરોનાવાઈરસના 32 કેસ સામે આવ્યાં છે. જે તમામ વિદેશી લોકો છે.

ડિસેમ્બર, 2019માં કોરોનાવાઈરસની ચીનમાં શરૂઆત થઈ હતી. જયાં વુહાનમાં સૌપ્રથમ કોરોનાનો કેસ સામે આવ્યો હતો. બાદમાં ચીનમાં આ વાઈરસ ફેલાતાં હજારો લોકો આ બિમારીથી પ્રભાવિત થયાં હતાં. તેમજ હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં. સુત્રો અનુસાર માર્ચના મધ્યથી ચીનમાં કોરોનાવાઈસનું સંક્રમણ ઘટ્યું છે. જેની પુષ્ટી ચીનના નેશનલ હેલ્થ કમીશને કરી છે.

ચીનમાં અત્યાર સુધીમાં કોવિડ 19થી 81 હજાર લોકો પ્રભાવિત થયાં છે. જેમાંથી 3300 કરતાં વધારે લોકોના મોત થયાં છે. જ્યારે 77 હજાર જેટલા લોકો આ વાઈરસથી રિકવર થયાં છે.

નોંધનીય છે, હાલ ચીનમાં સ્થિતિ સુધરી રહી છે. ચીનના અનેક વિસ્તારોમાં લોકડાઉન હટાવવામાં આવ્યું છે અને હવે સ્થિતિ સામાન્ય બની રહી છે.

ABOUT THE AUTHOR

...view details