ગુજરાત

gujarat

ETV Bharat / international

ઇઝરાયલ: ધર્મસ્થળમાં એકત્ર થવાના આરોપમાં 300 લોકોની ધરપકડ - કોરોના વાઇરસ લોકડાઉન

કોરોના વાઇરસ લોકડાઉનના કારણે લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોનું ઉલ્લંઘન કરવા અને ધાર્મિક સ્થળ પર એકઠા થવાના આરોપમાં ઉત્તર ઇઝરાયલમાં પોલીસે 300થી વધુ લોકોની ધરપકડ કરી છે. યહૂદી લોકો લાગ બામોઅર અવકાશના દિવસે માઉન્ટ મેરોનમાં આ ધર્મસ્થળે એકત્ર થાય છે અને જશ્ન મનાવે છે.

ETV BHARAT
ઇઝરાઇલ: ધર્મસ્થળમાં એકત્ર થવાના આરોપમાં 300 લોકોની ધરપકડ

By

Published : May 13, 2020, 11:44 AM IST

યરુશલમઃ ઉત્તર ઇઝરાયલમાં પોલીસે કોરોના વાઇરસ લોકડાઉનના કારણે લગાવેલા પ્રતિબંધોનું ઉલ્લંધન કરવા અને એક ધાર્મિક સ્થળ પર એકત્રિત થવાના આરોપમાં 300થી વધુ લોકોની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું કે, માઉન્ટ મેરોનમાં મોટા પ્રમાણમાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ હોવા છતાં, સેંકડો યહૂદીઓએ ત્યાં આવ્યા હતા અને પોલીસ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો.

યહૂદી લોકો લાગ બામોઅર અવકાશના દિવસે માઉન્ટ મેરોનમાં આ ધર્મસ્થળે એકત્ર થાય છે અને જશ્ન મનાવે છે.

કોવિડ-19 પ્રકોપના કારણે 20થી વધુ લોકોને એક સ્થળ પર એકઠા થવાનો પ્રતિબંધ છે, પરંતુ યરુશલમમાં ઘણા સ્થળો પર હજારો લોકો એકઠા થયા હતા અને તેમણે જશ્ન પણ મનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details