ગુજરાત

gujarat

ETV Bharat / international

ઈઝરાઇલે સીરિયાના એરબેઝ પર કર્યો હુમલો, 5ના મોત

જૈરૂસલેમઃ ઈઝરાઇલ અને સીરિયા વચ્ચે છેલ્લા ઘણાં દિવસોથી તંગદિલી સર્જાઈ છે. ત્યારે સીરિયાએ ઇઝરાઇલ પર એર સ્ટ્રાઇક કરી હોવાનો આક્ષેપ કર્યો છે.

ઇઝરાઇલે સીરિયાના એરબેઝ પર કર્યો હૂમલો, 5ના મોત

By

Published : Jun 3, 2019, 5:24 PM IST

સીરિયાનો આક્ષેપ છે કે, ઈઝરાઇલે તેમના હોમ્સ વિસ્તારના એક એરબેઝને ટાર્ગેટ કર્યો છે, 24 કલાકની અંદર બીજી વખત હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ સીરિયાના હવાઇ રક્ષા સેના દ્વારા રવિવારે ઈઝરાઇલ દ્વારા કરવામાં આવેલા હુમલાને અસફળ બનાવ્યો હતો. જેમાં એક જવાનનું મોત થયું હતું તથા બે ઘાયલ થયા છે.

બ્રિટેનના સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્મુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર, સીરિયાના એક સૈનિક સહિત 5 લોકોના મોત થયા છે. જ્યારે હુમલામાં રોકેટ ડેપોને પણ સંપૂર્ણ પણ ધ્વંસ્ત કરી દેવામાં આવ્યું છે. સુરક્ષા સંસ્થાએ આપેલા નિવેદનમાં સીરિયાની સેના ઉપરાંત એરબેઝ પર ઇરાની સૈનિક અને હિજ્બુલ્લાના અર્ધસૈનિક દળ હાજર હતું. જેથી આ હુમલો ઈઝરાયલે જ કર્યો હોવાની વાતનો સ્વીકાર કરે છે.

આ ઘટનાને લઇને ઇઝરાઇલના અધિકારીઓએ નિવેદન કર્યું હતું કે, રોકેટ પર હુમલો થવાને કારણે અમારે વળતો જવાબ આપવો પડ્યો છે. જ્યારે રાજધાનીના દક્ષિણ દિશામાં થયેલા હુમલામાં સીરિયાના સૈનિકો અને વિદેશી સૈનિકો સહિત 10 લોકોના મોત થયા છે. ઈઝરાયલે ઈરાન અને હિજ્બુલ્લાના અનેક વિસ્તારોને નિશાન બનાવાના નામ પણ સીરીયા પર અનેક હુમલા કર્યા હતા.

ઈઝરાઇલના નિવેદન પ્રમાણે તેઓ પોતાના કટ્ટર દુશ્મન ઇરાનને સીરિયામાં સૈન્યને પ્રવેશ ન કરાવા દેવા માટે મક્કમ છે. આ ઘર્ષણ છેલ્લા 8 વર્ષથી ચાલતું આવ્યું છે. જ્યારે સીરિયામાં ઇરાન સમર્થક રાષ્ટ્રપતિ બશર અલ આસદ 8 વર્ષની લાંબી લડાઇ બાદ પણ પોતાના પદ પર કાયમ છે. આ લડાઇમાં અત્યાર સુધીમાં 3.70 લાખ લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details