જેરુસલેમ: ઇઝરાયેલના રહેવાસીઓએ કોરોના વાઈરસના ચેપના ફેલાવાને રોકવા માટે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન પોતાના ઘરે રહી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી.
1948માં આ દિવસે બ્રિટીશ શાસનના અંત પછી ઇઝરાયેલના અસ્તિત્વની યાદમાં 29 એપ્રિલના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે આ દિવસ રજા હોય છે, ઉજવણી થાય છે. લોકો દરિયાકાંઠે જાય છે અને ફટાકડાની આતાશ બાજી જુએ છે. આ વર્ષે સરકારે દેશ બંધ કરી દીધો હોવાથી કોરોના વાઈરસના રોગચાળાને કારણે લોકોને એકઠા ન થવાનો આદેશ આપ્યો છે. જેથી લોકો પોતાના ઘરોની અંદર જ રહ્યાં હતાં.