ટોક્યો: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ મંગળવારે પોતાની વેબસાઈટ પરથી એક વિવાદિત નિવેદનને હટાવતાં જણાવ્યું કે, ઓલમ્પિક રમતો મુલતવી રાખવાના કારણે થતા વધારાનો ખર્ચ જાપાન સરકાર ઉઠાવશે.
ટોક્યો ઓલિમ્પિક્સના વધારાના ખર્ચ બાબતે IOCએ વેબસાઈટ પરથી વિવાદિત નિવેદન હટાવ્યું IOCએ તેની વેબસાઈટ પર લખ્યું હતું કે, જાપાનના વડાપ્રધાન શિંઝો આબેએ જણાવ્યું છે કે, વર્તમાન 2020 કરાર હેઠળ જાપાન રમતોનો ખર્ચ ઉઠાવશે અને IOCમાં ભાગ લેવાનું ચાલુ રાખશે.
આ નિવેદનમાં IOCએ લખ્યું હતું કે, IOC જાણ છે કે, આ વધારાનો ખર્ચ લાખો ડોલરમાં પહોંચશે. આ વાતથી જાપાન નારાજ છે. ટોક્યો આયોજક સમિતિ-2020ના પ્રવક્તા માસા ટાકાયાએ ઓનલાઇન બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, અમને લાગે છે કે, વડાપ્રધાનના નામે આવી વસ્તુ ન થવી જોઈએ.
ટોક્યો ઓલિમ્પિક્સના વધારાના ખર્ચ બાબતે IOCએ વેબસાઈટ પરથી વિવાદિત નિવેદન હટાવ્યું સમિતિએ વડાપ્રધાનનું નામ નિવેદનમાંથી દૂર કરવાની અપીલ કરી હતી. જે સ્વીકારવામાં આવી હતી. આ નિવેદનમાં સુધારો કરવામાં આવ્યો છે. જાપાનના વડાપ્રધાનનું નામ હટાવવામાં આવ્યું છે અને સુધારેલું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
સુધારેલા નિવેદન મુજબ, જાપાન સરકારે ગેમ્સના સફળ આયોજન માટેની જવાબદારી ફરીથી બતાવી છે. IOCએ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સ-2020ને સફળ બનાવવાની પ્રતિબદ્ધતા પર પણ ભાર મૂક્યો છે. IOC, જાપાન અને ટોક્યો ઓલિમ્પિક આયોજક સમિતિ સંયુક્ત રીતે મુલતવીની અસરની સમીક્ષા કરશે અને તેની ચર્ચા કરવાનું ચાલુ રાખશે.
ટોક્યો ઓલિમ્પિક્સના વધારાના ખર્ચ બાબતે IOCએ વેબસાઈટ પરથી વિવાદિત નિવેદન હટાવ્યું જાપાનના મુખ્ય કેબિનેટ સચિવ યોશીહિદ સુગાએ મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે, જાપાન અને IOCએ રમતોના વધારાના ખર્ચ માટે સહમત નથી કર્યા. બંને પક્ષો સંમત થયા છે કે, બંને આ મુદ્દે સાથે મળીને વાત કરશે અને તેની સમીક્ષા કરશે.