કુરૈશીએ પાકિસ્તાનને આમંત્રણ ન મળતા નિવેદન આપ્યું હતું કે, અમે ભારતના આ નિર્ણયને ખાસ મહત્વનો નથી ગણતા. ભારતે આંતરિક રાજનિતીને કારણે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી. જ્યારે મોદીએ BIMSTECના સભ્ય દેશોને આમંત્રણ આપ્યું છે, જેમાં પાકિસ્તાન તેનું સભ્ય નથી. જ્યારે શપથગ્રહણ સમારોહમાં હાજર રહેવું તેના કરતા કાશ્મીરના મુદ્દે, સિયાચિન મુદ્દે અને સરક્રીક મુદ્દે બેઠક કરવાનું મહત્વનું છે.
મોદીના શપથગ્રહણમાં પાકિસ્તાનને આમંત્રણ ન મળતા પાક. વિદેશપ્રધાન કુરૈશીએ આપ્યું નિવેદન - GujaratiNews
કરાંચી: લોકસભાની ચૂંટણીમાં NDA પક્ષનો ભવ્ય વિજય થયો છે, ત્યારે NDA પક્ષના નેતા નરેન્દ્ર મોદી 30 મે ના રોજ સાંજે સાત વાગ્યે વડાપ્રધાન પદના શપથગ્રહણ કરશે. ત્યારે આ શપથગ્રહણ સમારોહ યાદગાર રહે તે માટે અન્ય દેશના રાષ્ટ્રપતિ, વડાપ્રધાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ ન અપાતા પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે મોદીએ પોતાના આંતરિક રાજનીતીના કારણે પાકિસ્તાનને આમંત્રણ આપ્યું નથી.
ફાઇલ ફોટો
પાકિસ્તાનના સમાચાર પત્રના અહેવાલ અનુસાર ભારતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન પાકિસ્તાન પર નિશાન સાધવામાં આવ્યા હતા, તેથી ભારતના આમંત્રણ મળવાની કોઇ ઉમ્મીદ હતી જ નહી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા ત્યારે પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન નવાઝ શરીફ હાજર રહ્યા હતા.