ગુજરાત

gujarat

ETV Bharat / international

પેટ્રોલીંગ દરમિયાન ઈંડોનેશિયા અને વિયતનામના જહાજની ટક્કર

ન્યુઝ ડેસ્કઃ દરિયાઈ સુરક્ષા કરી રહેલી ઈંડોનેશિયાની નૌકા અને વિયતનામી જહાજ વચ્ચે ટક્કર થઈ હતી. ઈંડોનેશિયાના નૌકાદળે આ વાતની ખરાઈ કરી છે. નૌસેનાએ જણાવ્યુ છે કે, માછીમારી માટે ગેરકાયદેસર સીમામાં ઘુસી ગયેલી હોડીને રોકતા આ ઘટના બની હતી. બે દરિયાઈ નાવડીઓની અથડામણનો વીડિયો પણ સામે આવ્યો છે.

પેટ્રોલીંગ દરમિયાન ઈંડોનેશિયા અને વિયતનામના જહાજની ટક્કર

By

Published : May 20, 2019, 8:25 AM IST

Updated : May 20, 2019, 10:41 AM IST

ઈંડોનેશિયાના પશ્ચિમી વિભાગના કંમાડરે નિવેદન આપ્યુ છે કે, માછીમારી માટે ઈંડોનેશિયાની હદમાં ઘુસી આવેલી નાવડી સાથે 12 વિયતનામી માછીમારોને પકડી લેવામાં આવ્યા છે. જ્યારે 2 માછીમારોને કાંઠા વિસ્તારની સુરક્ષા કરતાં દળે બચાવી લીધા હતાં.

તેમણે આ માછલી પકડવા આવેલી નૌકાને ઈંડોનેશિયાના નેતુના દ્વીપ શ્રૃંખલા વચ્ચે અટકાવી દીધા હતા. આ કાર્યવાહી દરમિયાન વિયતનામી જહાજે ઈંડોનેશિયાની પેટ્રોલીંગ કરતી નૌકાને ટક્કર મારી હતી. બે નાવડીઓ વચ્ચેના સંઘર્ષનો કથિત વીડિયો પણ ઈંડોનેશિયા દ્વારા શૂટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યુ છે.

Last Updated : May 20, 2019, 10:41 AM IST

ABOUT THE AUTHOR

...view details