ગુજરાત

gujarat

ETV Bharat / international

India Philippines Deal for Brahmos: ફિલિપાઈન્સ ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદશે, 375 મિલિયન ડૉલરના સોદા પર હસ્તાક્ષર - ફિલિપીન્સ અને ચીન વચ્ચે વિવાદ

ભારત અને ફિલિપીંસ વચ્ચે શુક્રવારે બ્રહ્મોસ સુપરસોનિક એન્ટિ શિપ ક્રુઝ મિસાઈલના વેચાણ અંગે સોદા (Deal on sale of BrahMos supersonic anti ship cruise missile) પર હસ્તાક્ષર (India Philippines Deal for Brahmos) કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ફિલિપીંસના ઉચ્ચ સંરક્ષણ અધિકારીઓની સાથે ભારતના રાજદૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. સંરક્ષણ સાધનોના સોદામાં ભારતની આ મોટી સિદ્ધિ (India's achievements in defense equipment) છે અને આગામી સમયમાં એક મોટા નિકાસકાર બનવા તરફ ભારતનું આ એક પગલું છે.

India Philippines Deal for Brahmos: ફિલિપાઈન્સ ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદશે, 375 મિલિયન ડોલરના સોદા પર થયા હસ્તાક્ષર
India Philippines Deal for Brahmos: ફિલિપાઈન્સ ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદશે, 375 મિલિયન ડોલરના સોદા પર થયા હસ્તાક્ષર

By

Published : Jan 28, 2022, 1:52 PM IST

Updated : Jan 28, 2022, 2:51 PM IST

નવી દિલ્હીઃ ભારત અને ફિલિપીન્સની વચ્ચે આજે (શુક્રવારે) બ્રહ્મોસ સુપરસોનિક એન્ટિ શિપ ક્રુઝ મિસાઈલના વેચાણ અંગે (Deal on sale of BrahMos supersonic anti ship cruise missile) સોદા પર હસ્તાક્ષર (India Philippines Deal for Brahmos) કર્યા છે. ફિલિપીન્સ નૌસેનાને બ્રહ્મોસના વેચાણ માટે કરવામાં આવતા આ સોદો 375 મિલિયન ડોલરનો છે. આ તકે ફિલિપીન્સના ઉચ્ચ સંરક્ષણ અધિકારીઓની સાથે ભારતના રાજદૂત પણ ઉપસ્થિત રહ્યા હતા. બીજી તરફ ફિલિપીન્સ સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા વેબસાઈટ પર કોન્ટ્રાક્ટ એવોર્ડ નોટિસ અપલોડ કરવામાં આવી છે.

ભારત મોટા રોકાણકાર બનવાની દિશામાં વધી રહ્યું છે આગળ

સંરક્ષણ સાધનોના સોદામાં ભારતની આ એક મોટી સિદ્ધિ (India's achievements in defense equipment) છે અને આગામી સમયમાં એક મોટા રોકાણકારની દિશામાં ભારત આગળ વધી રહ્યું છે. દક્ષિણ ચીન સાગર અંગે ચીનના આક્રમક વલણના કારણે ફિલિપીન્સ અને ચીન વચ્ચે વિવાદ (Dispute between the Philippines and China) છે. ફિલિપીન્સનો ઉદ્દેશ બ્રહ્મોસનો ઉપયોગ તટ આધારિત એન્ટિ શિપ મિસાઈલ તરીકે કરવાનો (Deal on sale of BrahMos supersonic anti ship cruise missile) છે.

ભારત મોટા રોકાણકાર બનવાની દિશામાં વધી રહ્યું છે આગળ

જાણો બ્રહ્મોસ મિસાઈલ શક્તિ

બ્રહ્મોસ એક મધ્યમ રેન્જની સુપરસોનિક એન્ટિ શિપ ક્રુઝ મિસાઈલ (India Philippines Deal for Brahmos) છે, જે 350થી 400 કિલોમીટર દૂરથી આ પ્રહાર કરી શકે છે. આ મિસાઈલ 2.8 મેક એટલે કે ધ્વનિની ગતિથી લગભગ 3 ગણી ગતિથી છોડી શકાય છે. હાલમાં જ આના નવા વર્ઝનનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ટેકનિકલ રીતે મિસાઈલ નવી વિશેષતાઓથી પૂર્ણ છે. આની વિશેષતા એ પણ છે કે, તેને સબમરીન, યુદ્ધ જહાજ, વિમાન અથવા જમીન પરના ત્રણેય પ્લેટફોર્મ પરથી એટલે કે ગમે ત્યાંથી લોન્ચ કરી શકાય છે.

Last Updated : Jan 28, 2022, 2:51 PM IST

ABOUT THE AUTHOR

...view details