ગુજરાત

gujarat

ETV Bharat / international

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી આદેશ પર ભારતની ચેતવણી, કહ્યું- કબ્જો છોડે પાકિસ્તાન

ભારતે ગિલગિત-બાલ્ટિસ્તામાં આમ ચૂંટણી કરાવવા માટે પાકિસ્તાન હાઇકોર્ટના આદેશ પર ઇસ્લામાબાદ સામે વિરોધ નોધાવ્યો છે.

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચુંટણી આદેશ પર ભારતનો વિરોધ, કહ્યુંઃ કબ્જો છોડે પાકિસ્તાન
ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચુંટણી આદેશ પર ભારતનો વિરોધ, કહ્યુંઃ કબ્જો છોડે પાકિસ્તાન

By

Published : May 4, 2020, 4:52 PM IST

નવી દિલ્હીઃ ભારતે ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચૂંટણી કરાવવા માટે પાકિસ્તાન હાઇકોર્ટના આદેશ પર ઇસ્લામાબાદ સામે વિરોધ નોધાવ્યો છે. વિદેશ મંત્રાલયએ કહ્યું કે, પાકિસ્તાનને જણાવવામાં આવ્યું છે કે, ગિલગિત-બાલ્ટિસ્તાન સાથે પૂર્ણ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનું અવિભાજ્ય અંગ છે અને પાકિસ્તાનને પોતાના ગેરકાનુની કબ્ઝાના વિસ્તારોને મુક્ત કરી દેવા જોઇએ.

પાકિસ્તાન હાઇકોર્ટે હાલમાં પોતાના આદેશમાં 2018માં ગવર્મેન્ટ ઓફ ગિલગિત બાલ્ટિસ્તાન ઓર્ડરમાં સંશોધન કરવાની મંજૂરી આપી છે, તેથી આ વિસ્તારમાં ચૂંટણી થઇ શકે.

ગિલગિત-બાલ્ટિસ્તાનમાં ચુંટણી આદેશ પર ભારતનો વિરોધ, કહ્યુંઃ કબ્જો છોડે પાકિસ્તાન

વિદેશ મંત્રાલયએ કહ્યું કે, ભારતએ પાકિસ્તાનના વરિષ્ઠ રાજનયિકને વિરોધ પત્ર રજૂ કર્યો છે અને કથિત ગિલગિત-બાલ્ટિસ્તાન પર પાકિસ્તાનની હાઇકોર્ટના આદેશ પર પાકિસ્તાન સામે વિરોધ દર્શાવ્યો છે.

વધુમાં કહ્યું કે, કેન્દ્ર શાસિત પ્રદેશ પુરો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ, જેમાં ગિલગિત અને બાલ્ટિસ્તાનનો પણ સમાવેશ કરવામાં આવે છે. તે પૂર્ણ રૂપે કાનુન અને અપરિવર્તનીય વિલય દ્વારા ભારતનો અભિન્ન અંગ છે.

વિદેશ મંત્રાલયએ કહ્યું કે, પાકિસ્તાન સરકાર કે તેમની ન્યાયપાલિકાને તે વિસ્તારોમાં દખલ અંદાજ કરવાનો અધિકાર નથી. જે તે લોકોએ ગેરકાનુનિ રીતે અને જબરદસ્તી પોતાના કબ્જામાં લીધો છે. ભારતે આ પ્રકારના નિર્ણયને સમ્પૂર્ણ રીતે નકારે છે અને ભારત જમ્મૂ-કાશ્મીરમાં પાકિસ્તાનના કબ્જાવાળા વિસ્તારની સ્થિતિમાં બદલાવ લાવવા માટે કરવામાં આવતા પ્રયત્નો પર વિરોધ દર્શાવ્યો છે.

વિદેશ મંત્રાલયએ કહ્યું કે, પાકિસ્તાનના નિર્ણયો કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખના કેટલાક વિસ્તારો પર પોતાનો ગેરકાનુની કબ્જાને સંતાળી નથી શકતા અને તેના પર પડદો પણ નાખી શકતા નથી. છેલ્લા 7 દશકોથી આ વિસ્તારોમાં રહેનાર લોકોને માનવાધિકારનું ઉલ્લંઘન, સાથે શોષણ કરવામાં આવ્યું અને તેમને સ્વતંત્રતાથી દૂર રાખવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details