પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, ભારત એકવાર ફરી હુમલાની યોજના બનાવી રહ્યું છે. પાક સરકારની પાસે વિશ્વસનીય ખાનગી જાણકારી છે કે, ભારત 16 થી 20 એપ્રિલની વચ્ચે પાક. પર વધુ એક હુમલો કરી શકે છે. કાશ્મીરના પુલવામા જિલ્લામાં 14 ફેબ્રુઆરીના પાકિસ્તાન સ્થિત જૈશ-એ-મોહમ્મદના એક આત્મઘાતી હુમલા બાદ બંન્ને દેશોની વચ્ચે તણાન વધી ગયો છે. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. આ વધતા આક્રોશની વચ્ચે ભારતીય વાયુસેનાએ આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ 26 ફેબ્રુઆરીના પાક.ની અંદર બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા પ્રશિક્ષણ શિબિરને નિશાન બનાવ્યું હતું.
ભારત એકવાર ફરી હુમલાની યોજના બનાવી રહ્યું છે: મહમૂદ કુરૈશી - Mehmood Qureshi
ઈસ્લામાબાદ: પુલવામા હુમલા બાદ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પ પર હવાઈ હુમલો કર્યો હતો. પાકિસ્તાનને કહ્યું કે, ભારત ફરી એકવાર હુમલો કરવા માટે તૈયારીમાં છે.
વધુમાં તેઓએ કહ્યું કે, એક નવા હુમલાનું આયોજન કરી શકે છે અને તેમનો ઉદ્દેશ પાકિસ્તાન વિરૂદ્ધ તેમની કાર્યવાહીને સાચી સાબિત કરવાની તેમજ ઈસ્લામાબાદ વિરૂદ્ધ રાજનીતિ દબાણ વધારવાનું હશે. જો આવું છે, તો તમે વિસ્તારની શાંતિ અને સ્થિરતા પર પડનારા પ્રભાવ અંગે કલ્પના કરી શકો છો. પાકિસ્તાનના આ મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સ્થાયી સભ્યોને પહેલા જ જાણકારી આપી દીધી છે. તેમજ ઈસ્લામાબાદની આશંકાઓથી તેમને જાણ કરવામાં આવી છે.
જોકે આ પર પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, સરકાર પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે ભારત સાથે યુદ્ધના ખતરાનો ઉપયોગ કરી રહી છે.