કોલંબો: ભારતે શ્રીલંકાને 900 મિલિયનથી વધુની લોન (India Give loan Shrilanka) આપવાની જાહેરાત કરી છે. તેનાથી દેશને વિદેશી મુદ્રા ભંડાર વધારવા અને ખાદ્યપદાર્થોની આયાત કરવામાં મદદ મળશે. આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકામાં હાલમાં આવશ્યક અને રોજીંદી ચીજવસ્તુઓની ઉભી થઇ છે. શ્રીલંકાની સેન્ટ્રલ બેંકના ગવર્નર અજીત નિવાર્ડ કેબ્રાલે બુધવારે જણાવ્યું હતું કે, તેમનો દેશ ભારત પાસેથી USD 1 બિલિયનની લોન (India srilanka financial aid) માટે વાટાઘાટ કરી રહ્યો છે.
શ્રીલંકાને ભારતનું મજબૂત સમર્થન
શ્રીલંકામાં ભારતીય ઉચ્ચ કમિશનર ગોપાલ બાગલે (Indian High Commissioner Gopal Bagle) ગુરુવારે કેબ્રાલને મળ્યા હતા અને RBI દ્વારા ગયા અઠવાડિયે US 90 ડોલર વધુની સુવિધાઓના વિસ્તરણને પગલે શ્રીલંકાને ભારતનું મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું.
ટ્વિટમાં આપી જાણકારી
એક ટ્વિટમાં જણાવ્યું કે, તેમાં એશિયન સમાશોધન દ્વારા 50.9 કરોડ વધુની પતાવટને રોકવા માટે અને 40. કરોડ અમેરિકી ડોલરની કરન્સી સ્વેપનો સમાવેશ થાય છે.