ગુજરાત

gujarat

ETV Bharat / international

ભારત અને ચીને પાતાનો મતભેદો દુર કરવા જોઈએ: ચીન - China India relations

નવી દિલ્હી: ભારતમાં ચીની રાજદૂત સુન વેઈડાંગે કહ્યું કે, ભારત અને ચીન આતંકવાદના સામનો કરવા માટે પ્રતિબદ્ઘ છે. આતંકવાદની સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સહકારને મજબૂત કરવા બધા દેશોને આહવાન કરીએ છીએ.

china

By

Published : Oct 20, 2019, 11:25 AM IST

વેઈડાંગે કહ્યું કે, ચીન હંમેશા એ માને છે કે, ચીન અને ભારત પોતાના મતભેદોને સારી રીતે જોવા જોઈએ અને પોતાના મતભેદોને લઈને દ્વિપક્ષીય સહયોગ સમાપ્ત ન કરવો જોઈએ.

ચીનના રાજદૂતે વધુમાં કહ્યું કે, ચીન અને ભારતની વચ્ચે પ્રમુખ મુદ્દા પર રણનીતિક ચર્ચા થઈ જોઈએ. વેઈડાંગે કહ્યું કે, આ મામલા પર ભારતીય પક્ષે સહમતિ વ્યક્ત કરી કે, બંને પક્ષો એકબીજાની પ્રમુખ ચિંતાઓ પર ધ્યાન આપવું જોઈએ. મતભેદોને વિવાદોમાં વિકસિત થવાથી રોકવા જોઈએ, તેમણે કહ્યું કે, ભારત ચીન સંબધોના એક નવા યુગમાં એક ભાગેદારી અને શરૂઆત વિકસિત કરવી જોઈએ.

આ પણ વાંચો...PM મોદી અને શી જિંનશિંગની મુલાકાત, જૂઓ તસ્વીરોમાં

વિસ્તારમાં ચીન અને ભારત બંને પ્રમુખ છે અને થોડા સમય પહેલા ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ અને PM મોદીએ મુલાકાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details