- પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગ બૉલિવૂડથી "પ્રભાવિત"
- જ્યાં સુધી વ્યવસાયિક કન્ટેન્ટન વિના લોકો સ્થાનિક ફિલ્મો જોતા નથી
- 'જે પોતાનું સન્માન કરે છે, તેનું દુનિયા પણ સન્માન કરે છે.': ઈમરાન ખાન
ઇસ્લામાબાદ(પાકિસ્તાન): પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને દેશના ફિલ્મ નિર્માતાઓને વિનંતી કરી છે કે, તેઓ બૉલીવૂડની નકલ કરવાને બદલે ફિલ્મના નિર્માણ માટે નવા અભિગમો અપનાવે. ઈસ્લામાબાદના શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં એક કાર્યક્રમ દરમિયાન ઈમરાન ખાને કહ્યું હતું કે, શરૂઆતમાં ભૂલો થઈ હતી, કારણ કે, પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગ બૉલિવૂડથી "પ્રભાવિત" હતો, જેના પરિણામે ફિલ્મોમાં બીજી સંસ્કૃતિને અપનાવી લેવામાં આવી છે.
આ પણ વાંચો:ભારતે ક્રિકેટ ટીમમાં સુધારો કર્યો એટલે વિશ્વની ટોપ ટીમમાં સામેલઃ પાકિસ્તાનના વડાપ્રધાન
નવી વિચારસરણી લાવવા કરાયો આગ્રહ
"તેથી હું યુવા ફિલ્મ નિર્માતાઓને કહેવા માંગુ તે સૌથી મહત્વની બાબત એ છે કે, મારા વૈશ્વિક અનુભવ મુજબ, ફક્ત ઓરિજીનાલીટી વેચાય છે, નકલની કોઈ કિંમત નથી,".મૌલિકતાના મહત્વ પર ભાર મુકતા ઇમરાન ખાને પાકિસ્તાની ફિલ્મ ઉદ્યોગને નવી વિચારસરણી લાવવા આગ્રહ કર્યો છે.
પોતાની મૂળ વિચારસરણી લાવો અને નિષ્ફળતાનો ડર ન રાખો
પાકિસ્તાની સંસ્કૃતિ પર હૉલીવુડ અને બૉલિવૂડના પ્રભાવને ધ્યાનમાં લેતા ઇમરાન ખાને કહ્યું હતું કે, તેમને વારંવાર કહેવામાં આવતું હતું કે, જ્યાં સુધી વ્યવસાયિક કન્ટેન્ટનો સમાવેશ કરવામાં ન આવે ત્યાં સુધી લોકો સ્થાનિક ફિલ્મો જોતા નથી. માટે યુવા ફિલ્મ નિર્માતાઓને મારી સલાહ છે કે, તમારી પોતાની મૂળ વિચારસરણી લાવો અને નિષ્ફળતાનો ડર ન રાખો. મારા જીવનનો અનુભવ છે કે, જે હારથી ડરતો હોય તે ક્યારેય જીતી શકતો નથી."
આ પણ વાંચો: અને પાકિસ્તાની પત્રકારના સવાલ પર ભડક્યા ટ્રમ્પ...વાંચો 'PAKની આંતરરાષ્ટ્રીય બેઈજ્જતી'
દેશની સોફ્ટ ઇમેજને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત
પાકિસ્તાની વડાપ્રધાને પણ દેશની સોફ્ટ ઇમેજને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત સામે ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, સોફ્ટ ઈમેજ હલકી ગુણવત્તા અને બચાવની ભાવના પર આધારિત હતી. તેમણે કહ્યું હતું કે, 'જે પોતાનું સન્માન કરે છે, તેનું દુનિયા પણ સન્માન કરે છે.'ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન (ISPR)ના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ બાબર ઇફ્તિકરે પણ આ કાર્યક્રમમાં વાત કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને પોતાનો દ્રષ્ટિકોણ સુધારવા પર કામ કરવાનો સમય આવી ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ ફેસ્ટિવલ એ તરફના પ્રયત્નોનો એક નાનો ભાગ છે અને દેશ સામે એક પ્રશ્ન મૂક્યો હતો કે, "આપણે યુવાનોને વાસ્તવિક પાકિસ્તાન બતાવવાની જવાબદારી કેમ સોંપવી?"