બેંઇજિંગ: ચીનની એક હોસ્પિટલના ડાયરેક્ટરનું કોરોના વાયરસથી મૃત્યુ થયું હતુ. ચીનની સત્તાવાર મીડિયા સીસીટીવીએ આ માહિતી આપી હતી.
વુહાનની વુચંગ હોસ્પિટલના ડાયરેક્ટર લિયુ ઝીમીંગનું જીવન બચાવવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા અને તેમનું મોત નીપજ્યું હતું. લિયુ પહેલાં હોસ્પિટલના ડાયરેક્ટર કક્ષાના વ્યક્તિ કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા હોવાના કોઈ અહેવાલ નથી. સત્તાવાર આંકડા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં છ તબીબી કર્મચારીઓનાં મોત નીપજ્યાં છે અને 1,716 કર્મચારીઓ કોરોના વાયરસથી અસરગ્રસ્ત છે.
લિયુના મૃત્યુના સમાચાર પહેલા ચિની મીડિયા અને બ્લોગર્સ દ્વારા મંગળવારે આપવામાં આવ્યા હતા, પરંતુ તે પછી આ સમાચાર દૂર કરવામાં આવ્યા હતા. ત્યારે કહેવામાં આવી રહ્યું હતું કે, ડોકટરો લિયુને બચાવવાના પ્રયત્નમાં રોકાયેલા છે.
લ્યુનું મૃત્યુ વુહાનના આંખના ડોક્ટર લી વેન લીઆંગના મૃત્યુ સાથે સરખાવવામાં આવે છે.