ગુજરાત

gujarat

ETV Bharat / international

હોંગકોંગઃ ચૂંટણીમાં વિલંબને લઇ પ્રદર્શન, 290 લોકોની ધરપકડ - કેરી લેમ

હોંગકોંગની મુખ્ય કાર્યકારી કેરી લેમે 31 જુલાઇએ તેને એક વર્ષ માટે સ્થગિત કરી હતી. લેમે ચૂંટણીમાં વિલંબ માટે કોરોના વાઇરસના કેસમાં વૃદ્ધિનું કારણ ગણાવ્યું હતું, પરંતુ ટીકાકારોનું કહેવું છે કે, તેમની સરકાર આ વાતથી ચિંતિત હતી કે, જો નિર્ધારિત કાર્યક્રમ અનુસાર ચૂંટણી થઇ તો વિપક્ષની સીટ વધી જશે. લેમે આ નિર્ણયના વિરોધમાં આક્રોશિત લોકો રસ્તાઓ પર ઉતર્યા હતા. પોલીસે 290 લોકોની ધરપકડ કરી છે.

Hong Kong police arrest 290 at protests over election delay
Hong Kong police arrest 290 at protests over election delay

By

Published : Sep 7, 2020, 11:45 AM IST

હોંગકોંગઃ વિધાનસભાની ચૂંટણી સ્થગિત કરવાને લઇને હોંગકોંગની સરકાર વિરૂદ્ધ વ્યાપક પ્રદર્શન થયા હતા. સરકારના નિર્ણય વિરૂદ્ધ રવિવારે થયેલા પ્રદર્શન દરમિયાન 289 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ જાણકારી આપી હતી. મહત્વનું છે કે, ચૂંટણી રવિવારે જ યોજાવાની હતી.

પોલીસનું કહેવું છે કે, 290 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી મોટા ભાગના ગેરકાયદાકીય રીતે એકત્ર થવાના આરોપમાં પકડવામાં આવ્યા છે.

પોલીસ વિભાગે પોતાના ફેસબુક પેજ પર કહ્યું કે, આઝાદીના નારા લગાવવા અને હુમલો કરવાના આરોપમાં એક મહિલાની યવ મા તેઇ વિસ્તારના કૉવ્લૂન જિલ્લામાં ધરપકડ કરવામાં આવી છે.

જેમાં કહેવામાં આવ્યું છે કે, નવા લાગુ થયેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ આા નારા લગાવવા ગેરકાયદેસર છે.

જૂન, 2019 થી જ લગભગ દરેક અઠવાડિયે હોંગકોંગમાં સરકાર વિરોધી પ્રદર્શન થઇ રહ્યા છે. આ પ્રદર્શન પ્રસ્તાવિત પ્રત્યર્પણ કાયદા તથા આ પૂર્વ બ્રિટિશ વસાહતો પર નિયંત્રણ અને કડક કરવાના ચીનના પ્રયાસોની સામે વ્યાપક લોકતંત્રની માગને લઇને થઇ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details