દુબઈ : દુબઈ સ્થિત હિન્દુ મંદિરોમાં આગામી હોળીનો કાર્યક્રમ કોરોના વાયરસને લઈ રદ્દ કર્યો છે. આ વાયરસના ફેલાવાને રોકવા રંગથી ન રમવાનો આદેશ આપ્યો છે.
શિવ અને કૃષ્ણ મંદિરોના સંચાલકોએ જણાવ્યું કે, આ નિર્દેશક ઉપાયની જેવો કે પ્રાર્થના ના સમય અને ભક્તો અને સમુદાયને ચેપથી બચાવવા માટે આવનારા લોકોને સૈનિટાઈઝર આપવામાં આવશે.
ગુરુ બહાદુર સિંધી મંદિર ના જનરલ મેનેજર ગોપાલ કોકનીએ કહ્યું કે, હોળી સમારોહને રદ્દ કરવામાં આવ્યો છે. અમે દુબઈ હેલ્થ એથોરોટિના માર્ગદર્શન પર આ પગલું લઈ રહ્યા છે. સામાન્ય રીતે હોળીના એક દિવસ પહેલા એટલે કે, 9 માર્ચના રોજ ગાયના છાણથી બનેલા છાણા સળગાવવાનો રિવાજ છે. આ માટે અમે પહેલા જ ભક્તોને સમારોહ રદ્દ કરવાની સૂચના આપી છે.
થાટ્ટાના મર્કે ટાઈલ હિન્દુ કોમ્યૂનિટી દ્વારા સંચાલિત શ્રીનાથજી મંદિરના ચેરમેન લલિત કરણીએ કહ્યું કે, સોમવાર અને મંગળવારના યોજાનાર હોળી કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો છે. સાથે અપીલ પણ કરી છે કે, કારણ વગર ભીડ એકત્રિત ન કરવી અને મંદિર પરિસરમાં રંગ ફેકવાથી બચે, દુબઈમાં અન્ય હોળી સમારોહ પણ રદ્દ કરવામાં આવ્યો છે.