ગુજરાત

gujarat

ETV Bharat / international

હૉંગકોંગઃ 17 વર્ષમાં પહેલીવાર વાર્ષિક લોકતંત્ર સમર્થક રેલી પર પ્રતિબંધ - pro-democracy

આ વર્ષે હૉગકોંગમાં એક જુલાઈએ યોજારી વાર્ષિક લોકતંત્ર સમર્થક રેલીને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરાઈ છે. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા કાનૂનને મહત્વતા દર્શાવાનો હતો.

Hong Kong
Hong Kong

By

Published : Jun 28, 2020, 3:48 PM IST

હૉંગકોંગઃ હૉંગકોંગ પોલીસે શનિવારે પહેલી જુલાઈએ થનાર વાર્ષિક રેલીને પ્રતિબંધિત કરવાની જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે, 17 વર્ષમાં પહેલીવાર આ રેલીને બંધ રાખવામાં આવી છે.

આ રેલી 1997થી હૉંગકોંગ દ્વારા દર વર્ષે યોજાય છે. જ્યારે હૉંગકોંગનું નિયંત્રણ ચીનને સોંપવામાં આવ્યું હતું. ત્યાં સુધી હૉંગકોંગનું શાસન બ્રિટીશ વસાહત હેઠળ હતું.

આ વર્ષે પહેલી જુલાઈ યોજાનારી આ રેલીનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષાના કાનૂનનો હતો. માનવાધિકાર સમૂહોને ડર છે કે, તે અડધા સ્વરાજની માગ એ સ્વતંત્રતાનું હનન કરી શકે છે.

ચીનમાં મે મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન અંગેનો ખરડો તૈયાર કરવાની ઘોષણા કરી છે. જેમાં હૉંગકોંગને પણ સામેલ કરવામાંથી દેશમાં આતંકવાદ અને વિદેશી હસ્તક્ષેપને અટકાવી શકાશે.

આ ખરડો હૉંગકોંગની વિધાનસભાનમાંથી પસાર થશે તો એનો અર્થ એ થશે કે, ચીન પ્રથમ વખત અર્ધ-સ્વાયત ક્ષેત્રમાં કામ કરવા માટે તેની રાષ્ટ્રીય સુરક્ષા પ્રણાલીની શરૂઆત કરશે.

લોકતંત્ર સમર્થક માનવાધિકાર મોર્ચા (CHRF)એ ફેસબુક પર શેર કરેલા એક પત્રમાં લખ્યું છે કે, દેશ વધી રહેલી અશાંતિના કારણે હૉંગકોંગ પોલીસે લોકહિતને ધ્યાનમાં રાખીને તમામ પરિસ્થિતીનું નિરીક્ષણ કર્યુ છે. તેમને વિશ્વાસ છે કે, આ સાર્વજનિક સભાના સંબંધિત રેલી યોજાઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details