ઇસ્લામાબાદ: પાકિસ્તાનના હિલ સ્ટેશન મુરીમાં આખી રાત થયેલી ભારે હિમવર્ષા (Heavy Snowfall In Murree) વચ્ચે તાપમાન માઈનસ આઠ ડિગ્રી સેલ્સિયસ (17.6 ફેરનહીટ) સુધી ઘટી જવાથી વાહનોમાં ફસાયેલા ઓછામાં ઓછા 16 લોકોના મોત (Death in heavy snowfall in Murree) થયા હતા. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી.
16માંથી 8 લોકો એક જ પરિવારના
ઈસ્લામાબાદના પોલીસ અધિકારી (Islamabad police officer) અતીક અહેમદે જણાવ્યું કે, 16 લોકોમાંથી 8 લોકો ઈસ્લામાબાદના સાથી પોલીસ અધિકારી નાવેદ ઈકબાલના પરિવારના હતા. આ દરમિયાન પોલીસ અધિકારી નાવેદ ઈકબાલનું પણ મોત થયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ 16 લોકો હાયપોથર્મિયા (Death due to hypothermia in Murree)ના કારણે મૃત્યુ પામ્યા હતા.