ગુજરાત

gujarat

ETV Bharat / international

Japan: ટોક્યોના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે 20 લોકો ગુમ - ભારે વરસાદ

જાપાનમાં ટોક્ટોના પશ્ચિમ ભાગમાં પૂરની પરિસ્થિતી સર્જાઈ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ટોક્યોમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનથી 20 લોકો ગુમ થયા છે.

Japan
Japan: ટોક્યોના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદને કારણે 20 લોકો ગુમ

By

Published : Jul 4, 2021, 10:33 AM IST

  • જાપાનની રાજધાની ટોક્ટોમાં પૂર
  • 20 લોકો ગુમ થયાની આશંકા
  • મકાન અને રસ્તાઓને ભારે નુક્સાન

જાપાન: રાજધાની ટોક્ટોના પશ્ચિમ શહેર એટમીમાં શનિવારે ભારે વરસાદ પછી ભુસ્ખલન અને મકાન જમીનદોસ્ત થયા બાદ ઓછામાં ઓછા 20 લોકો ખોવાયા છે. શિજુઓકા પ્રાંતના પ્રવક્તા તાકમિચી સુગિયામાએ જણાવ્યું હતુ કે એટમીમાં ઘણા મકાનો જમીનદોસ્ત થઈ ગયાની આંશકા છે. સરકારી ચેનલને આધારે 20 લોકો ગુમ થયા છે, પણ સુગિયામાએ ઓછામાં ઓછા 19 લોકો ગુમ થયાની પષ્ટી કરી છે. તેમણ કહ્યું કે સંખ્યા વધી શકે છે. મોટા વિસ્તારોને ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

ગાડીઓ અને મકાનને નુક્સાન

સતત વરસાદને કારણે કાળી માટીનો એક પર્વત નીચે આવી ગયો હતો. જેણે કેટલાય મકાન અને રોડને પોતાની ઝપેટમાં લીધા હતા. આ દરમિયાન કેટલીય ગાડીઓ વહી ગઈ હતી. અસહાય લોકો પોતાની આંખની સામે ઘર-ગાડીઓને નુક્સાન પહોંચતા જોતા રહ્યા. જાપાનના કેટલાક ભાગમાં આ અઠવાડિયાની શરૂઆતથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. આ કારણે ઘણી નદીઓ પોતાનુ રોદ્ર સ્વરૂપમાં વહી રહી છે અને ભુસ્ખલનો ખતરો વધી ગયો છે. ફાયય લાશ્કરો અને પોલિસ કર્મીઓની સાથે આત્મરક્ષા બચાવ દળ પણ બચાવ કામગીરીમાં શામેલ છે.

આ પણ વાંચો : જાપાન: મુશળધાર વરસાદ અને પૂરના કારણે 7 લોકોના મોત, 4 લાપતા

ગયા વર્ષે પણ આવ્યું હતુ પૂર

આ પહેલા પાછલા વર્ષે જૂલાઈમાં સતત વરસાદને કારણે જાપાનના દક્ષિણ ભાગમાં પૂર આવ્યું હતું ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું હતુ અને ભૂસ્ખનની ઘટનાઓ સામે આવી હતી. મકાન અને રસ્તાઓને પણ નુક્સાન થયું હતું. પાછલા વર્ષે ઓછામાં ઓછા 58 લોકોના મૃત્યું થયા હતા.

આ પણ વાંચો : જાપાનમાં 6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

ABOUT THE AUTHOR

...view details