- હૈતીમાં 7.2 ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ
- સુનામીની આવવાની સંભાવના
- 227 લોકોના મોત
હૈતી : શનિવારે હૈતીમાં 7.2 ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના આંચકાઓ બાદ આ દરિયાકાંઠાના દેશમાં સુનામીનો ભય પણ છે. યુએસ જીઓલોજિકલ સર્વેએ સુનામીનું એલર્ટ જારી કર્યું છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 227 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર સેન્ટ લૂઇસ ડુ સુડથી 12 કિમી ઉત્તરપૂર્વમાં હતું.
ભારતીય સમય અનુસાર સાંજે 5.59 વાગ્યે આવ્યો ભૂકંપ
રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં લોકો તેમના ઘરની બહાર દોડી આવ્યા અને ગભરાઈ ગયા હતા.જ્યારે નાઓમી વર્નેઉસે જણાવ્યું કે, ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે, તેનો પલંગ પણ જોરદાર ધ્રુજવા લાગ્યો. મળતી માહિતી મુજબ ભૂકંપ ભારતીય સમય અનુસાર સાંજે 5.59 વાગ્યે આવ્યો હતો. ભૂકંપને કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. પડોશી દેશોમાં પણ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે.