લાહોર: પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ગુરૂવારે ટેરર ફંડિંગના કેસમાં પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ટોચના ચાર સદસ્યો અને 2008ના મુંબઇ આતંકવાદી હુમલાના ષડયંત્રમાં સામેલ હાફિઝ સઇદના નજીકના સાથીઓને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી.
પાકિસ્તાન: જમાત-ઉદ-દાવાના ચાર સદસ્યોને ટેરર ફંડિંગ કેસમાં સજા ફટકારાઈ
જમાત-ઉદ-દાવાના ટોચના ચાર સભ્યો અને હાફિઝ સઈદના સહયોગી અને વર્ષ 2008ના મુંબઇ આતંકી હુમલાના કાવતરાખોર, હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી, મલિક ઝફર ઇકબાલ, યાહા અઝીઝ અને અબ્દુલ સલામને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
હાફિઝ સઈદ
હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી, મલિક ઝફર ઇકબાલ, યાહા અઝીઝ અને અબ્દુલ સલામ 9 જૂને દોષી સાબિત થયા હતા. ઇકબાલ અને અઝીઝને પાંચ વર્ષની જેલ તેમજ મક્કી અને અબ્દુલ સલામને એક-એક વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આપને જણાવી દઈએ કે, હાફિઝ અબ્દુલ રહેમાન મક્કી આતંકી સંગઠન લશ્કર એ તૈયબાના સંસ્થાપક અને જમાત ઉદ દાવાના પ્રમુખ હાફિઝ સઈદનો સંબંધી છે.