લાહોર: 2008 મુંબઈ આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ મોહમ્મદ સઈદને ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના નિર્ણય નિર્ણય બાદ છૂટી શકે છે. મળતી માહિતી મુજબ, સઈદની ધરપકડના નિર્ણયમાં એવી ખામીઓ દેખાડવામાં આવી છે, જેનાથી તે છૂટી શકે છે.
ઉલ્લેખનીય છે કે, FATFની બેઠક 16 ફેબ્રુઆરીના રોજ પૅરિસમાં યોજાવાની છે, જે નક્કી કરશે કે આતંક વિરૂધ કાર્યવાહી કરવામાં નિસ્ફળ રહેનારા પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની જરૂર છે કે નહીં.
જમાત-ઉદ-દાવાના (JUD) પ્રમુખ હાફિઝના વકીલે કહ્યું કે, તે આતંક વિરોધી અદાલતના ચુકાદાને લાહોર હાઈકોર્ટમાં પડકાર આપશે. સઈદના વકીલનો તર્ક છે કે, FATFના દબાણના કારણે તેમના ક્લાઈન્ટને કસુરવાર ઠેરવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાફિઝ સઈદને ટેટર ફન્ડિંગના 2 કેસમાં સાડા પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે.
આતંકવાદ વિરોધી અદાલત (ATC)એ સઈદ અને તેના સાથીઓને 11 ડિસેમ્બરના રોજ કસુરવાર જાહેર કર્યાં હતાં. કોર્ટે સઈદને બન્ને કેસમાં સાડા પાંચ-સાડા પાંચ વર્ષની સજા અને 15,000 રૂપિયા દંડ ફટકાર્યો હતો.