પાકિસ્તાનઃ સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ના મહાસચિવ એંટોનિયો ગુટેરેસસ મંગળવારે કરતારપુર કોરીડોર (Kartarpur Corridor) એને કરતારપુર સાહેબ ગુરૂદ્વારાની મુલાકાત કરી હતી. એક રિપોર્ટ મુજબ, ગુટેરેસસે કરતારપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, કોરિડોરને ખાલી પાકિસ્તાને સાબિત કરી દીધુ કે તે અમન અને શાંતિ ઈચ્છે છે.
આ મુલાકાત દરમિયાન તેમની સાથે પાકિસ્તાનના ધાર્મિક બાબતોના કેન્દ્રીય પ્રધાન પીર નૂરૂલ હક કાદરી પણ હતા. ગુટેરેસસે પહેલા કરતારપુર કોરિડોરની મુલાકાત કરી હતી. આ કોરિડોર ભારતીય સરહદથી ભક્તોને પાકિસ્તાનના કરતારપુર ખાતે આવેલા ગુરૂદ્વારા દરબાર સાહેબ સુધી લઈ જાય છે. તેમણે આ કોરિડોરના ઉદ્ઘાટનને એક ઉમદા પગલું ગણાવતા કહ્યું કે, આ કારણે ધાર્મિક એકતાને પ્રોત્સાહન મળશે.
આ બાદ ગુટેરેસ ગુરૂદ્વારાની મુલાકાત કરી, જ્યાં તેમનું સ્વાગત સમુદાયની ધાર્મિક હસ્તીઓ દ્વારા કરવામાં આવ્યું. ધાર્મિક હસ્તીઓએ તેમને સ્મૃતિચિહ્ન પણ ભેટ કર્યું હતું. યુ.એન.ના મહાસચિવે ગુરૂદ્વારામાં લંગરમાં પ્રસાદનો પણ લાભ લીધો હતો. શીખ ધાર્મિક નેતાઓએ તેમને ગુરૂદ્વારાના ઈતિહાસ વિશે જણાવતા કહ્યું કે, શીખ ધર્મના સ્થાપક બાબા ગુરૂ નાનક દેવે તેમના જીવનના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હોવાથી આ શીખ ધર્મના સૌથી પવિત્ર સ્થાનોમાંનું એક છે.
આ અગાઉ, લાહોર પહોંચ્યા બાદ, ગુટેરેસસે એક શાળાની મુલાકાત લીધી હતી. આ શાળામાં કેટલાક બાળકોને પોલિયોના ટીપા પિવડાવ્યાં હતાં. આ સિવાય તેઓ લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ સાયન્સની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેનણે વિદ્યાર્થીઓનું સંબોધન કર્યું હતું. તેમણે આધુનિક ટેકનોલોજી અનુસાર અભ્યાસક્રમમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે હવામાન પરિવર્તનના ખતરા અને વસ્તી નિયંત્રણની જરૂરિયાત અંગે પણ વાત કરી હતી.