ગુજરાત

gujarat

ETV Bharat / international

કાબૂલ એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે ફાયરિંગ, ટીયર ગેસના શેલ છોડાયાં - અમેરિકા

અફઘાનિસ્તાનની સ્થિતિ ખરાબથી વધુ ખરાબ થઈ રહી છે. દરમિયાન કાબૂલ એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે ફાયરિંગની ઘટના સામે આવી છે. તેમ જ ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યાં હોવાના ખબર છે. ફાયરિંગ બાદ એરપોર્ટ પર ભારે અરાજકતાનું વાતાવરણ ફેલાયું છે.

કાબૂલ એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે ફાયરિંગ, ટીયર ગેસના શેલ છોડાયાં
કાબૂલ એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે ફાયરિંગ, ટીયર ગેસના શેલ છોડાયાં

By

Published : Aug 28, 2021, 8:24 PM IST

  • અફઘાનિસ્તાનનું એરપોર્ટ સમરાંગણ બન્યું
  • એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે ફાયરિંગ કરાયું છે
  • આંસુ ગેસના ગોળા પણ છોડાયાં

કાબૂલ- તાલિબાનના કબજા બાદથી કાબૂલના એરપોર્ટ પાસે બ્લાસ્ટની ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં આજે એરપોર્ટના પ્રવેશદ્વાર પાસે ફાયરિંગ થયું હોવાના અને આંસુ ગેસના ગોળા છોડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.વધુ જાણકારીની રાહ જોવાઈ રહી છે.

અમેરિકાએ કર્યો ડ્રોન હુમલો

આ પહેલાં યુએસ લશ્કરે કહ્યું હતું કે તેણે અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના 'કાવતરાખોરો' સામે ડ્રોન હુમલો કર્યો હતો. ગુરુવારે કાબૂલ એરપોર્ટ નજીક ટોળા પર થયેલા હુમલામાં 13 યુએસ કર્મચારીઓ અને 169થી વધુ અફઘાન નાગરિકો માર્યા ગયાં હતાં. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આત્મઘાતી બોમ્બ ધડાકા બાદ બદલો લેવાનું વચન આપ્યું હતું.

આતંકવાદ વિરોધી ઓપરેશન

અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક સ્ટેટના સહયોગી ઇસ્લામિક સ્ટેટ-ખોરાસન (ISIS-K) એ કાબૂલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.

યુએસ સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા કેપ્ટન બિલ અર્બને શુક્રવારે જણાવ્યું હતું કે અમેરિકી સેનાએ આજે ​​આઈએસઆઈએસના નેતૃત્વ હેઠળના કાવતરાખોર વિરુદ્ધ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું હતું. આ માનવરહિત હવાઈ હુમલો અફઘાનિસ્તાનના નાંગર પ્રાંતમાં થયો હતો. પ્રારંભિક સંકેતો છે કે અમે લક્ષિત વ્યક્તિની હત્યા કરી છે. અમારી પાસે કોઈ નાગરિક જાનહાનિની ​​માહિતી નથી.

જવાબદારોને જીવતાં નહીં છોડે અમેરિકા

અગાઉ વ્હાઈટ હાઉસે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ જો બાઈડેન કાબૂલ એરપોર્ટ પર હુમલો કરનાર આતંકવાદીઓને જીવતો છોડવા માગતાં નથી. વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાસાકીએ પોતાની નિયમિત ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે તેમણે ગઈકાલે સ્પષ્ટ કરી દીધું હતું કે તે હુમલા માટે જવાબદાર લોકોને જીવતા છોડવા માગતાં નથી.

જો કે, તે હજુ સુધી જાણી શકાયું નથી કે કાબૂલ એરપોર્ટ પર ગુરુવારે થયેલા હુમલામાં ISIS-K ના કાવતરાખોરો સામેલ હતાં કે નહીં.

આ પણ વાંચોઃ અમેરિકાએ કાબુલ એરપોર્ટ હુમલાનો આપ્યો વળતો જવાબ, ISIS-K વિરુદ્ધ ડ્રોન સ્ટ્રાઈક

આ પણ વાંચોઃ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી છેલ્લા 24 કલાકમાં 7,500 લોકોને બહાર કાઢ્યા: વ્હાઇટ હાઉસ

ABOUT THE AUTHOR

...view details