- ભારતે જયનગર-નેપાળ ક્રોસ બોર્ડર લિંક નેપાળને સોંપી
- ભારત સરકારની 8.77 અબજની ગ્રાન્ટથી બની છે જયનગર-બિજલપુરા-બર્દીદાસ રેલ લિંક
- આ પગલાથી ભારત અને નેપાળ વચ્ચે વેપાર વધવાની શક્યતા
કાઠમાંડૂ: ભારતે બિહારના જયનગરને નેપાળમાં કુર્થાથી જોડતી 34.9 કિલોમીટર લાંબી ક્રોસ બૉર્ડર રેલ લિંક (Jaynagar Kurtha Cross Border Rail Link)ને નેપાળ સરકારને સોંપી દીધી છે. આને એક એવું પગલું માનવામાં આવી રહ્યું છે જેનાથી બંને દેશોની વચ્ચે વેપાર અને વાણિજ્ય પ્રવૃત્તિઓ (Trade And Commerce Activities)ની સાથે સાથે લોકોની વચ્ચે સંબંધોમાં વધારો થશે. જયનગર-કુર્થા વિભાગ 68.7 કિલોમીટર લાંબા જયનગર-બિજલપુરા-બર્દીદાસ રેલ લિંકનો ભાગ છે, જેને ભારત સરકારની NPR 8.77 અબજની ગ્રાન્ટની મદદથી બનાવવામાં આવ્યો છે.
નેરો ગેજને બ્રોડ ગેજમાં ફેરવવાનું કામ પૂર્ણ
ભારતીય દૂતાવાસના સૂત્રોએ કહ્યું કે, ભારતની ગ્રાન્ટ સહાયતા હેઠળ ભારતમાં જયનગરથી નેપાળમાં કુર્થા સુધી 34.9 કિલોમીટર નાની લાઇન (નેરો ગેજ) સેક્શનને મોટી લાઇન (બ્રોડ ગેજ)માં બદલવાનું કામ હવે પૂર્ણ થઈ ગયું છે.
વેપાર અને વાણિજ્ય વધશે