ગુજરાત

gujarat

ETV Bharat / international

વિશ્વમાં કોરોનાનો મૃત્યુઆંક 10 લાખને પાર,અમેરિકામાં સૌથી વધુ મોત - કોરોનાનો મૃત્યુઆંક

વિશ્વમાં કોરોના વાઇરસથી મૃત્યુનો આંકડો 10 લાખ સુધી પહોંચી ગયો છે. જોહન્સ હોપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર આ માહિતી બહાર આવી છે. આંકડા મુજબ, વિશ્વમાં આ રોગચાળાને કારણે દરરોજ સરેરાશ પાંચ હજાર લોકો મરી રહ્યા છે.

વિશ્વમાં કોરોના
વિશ્વમાં કોરોના

By

Published : Sep 29, 2020, 11:02 AM IST

હૈદરાબાદ : વિશ્વમાં કોરોના વાઇરસથી મૃત્યુનો આંકડો 10 લાખ સુધી પહોંચી ગયો છે.યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, ફક્ત યુ.એસ. માં જ સૌથી વધુ સંખ્યામાં 2,05,000 લોકોના મોત થાય છે. યુ.એસ. પછી, બ્રાઝિલમાં લગભગ 1,42,000 દર્દીઓના મોત થયા છે અને ભારત ત્રીજા નંબરે છે. ભારતમાં અત્યાર સુધીમાં વાઇરસથી 95,000 થી વધુ લોકોના મોત નીપજ્યા છે.

આ યાદીમાં મેક્સિકો ચોથા ક્રમે છે, જેમાં 76,000 લોકો મૃત્યુ પામ્યા છે. યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, વાઇરસના કારણે અત્યાર સુધીમાં 10 લાખ લોકોના મોત નીપજ્યા છે

ચીનના વુહાનમાં વર્ષ 2019 ના અંતમાં વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો હતો, જ્યાં જાન્યુઆરીમાં પહેલું મૃત્યુ થયુ હતું.

ABOUT THE AUTHOR

...view details