હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ વાઇરસે દુનિયાભરમાં 16 ઓગસ્ટે સવારે 10 વાગ્યા સુધીમાં 7 લાખ 69 હજાર 004થી વધુ લોકોના જીવ લીધા છે તો દુનિયાભરમાં 2,16,17,761 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયા છે.
કોરોનાને કારણે દુનિયાભરમાં 7.51 લાખથી વધુના મોત, જાણો કોરોનાના વૈશ્વિક આંકડા
દુનિયાભરમાં કોરોના વાઇરસ મહામારીમાં લાખો લોકોના જીવ ગયા છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી વિશ્વમાં 7.51 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશ અને ક્ષેત્રમાં 2 કરોડ 16 લાખ 17 હજાર 761થી વધુ લોકો આ મહામારીથી સંક્રમિત થયા છે.
દુનિયામાં કોરોના વાઇરસના કેસ
ઉલ્લેખનિય છે કે, આ આંકડાઓ સતત વધી રહ્યા છે પરંતુ આંકડાઓ મુજબ દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 1,43,34,332થી વધુ લોકો સ્વસ્થ પણ થઈ ગયા છે. દુનિયાભરમાં 65,14,949થી વધુ કેસ અત્યારે એક્ટિવ છે, જેમાંથી લગભગ એક ટકા એટલે કે, 64,448થી વધુ કેસ ગંભીર પ્રકૃતિના છે. આ આંકડાઓ વર્લ્ડોમીટરમાંથી (Worldometer) લેવામાં આવ્યા છે.