હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 6,51,674 લોકો મૃત્યુ પામ્યા છે.વિશ્વવ્યાપી, 1,64,05,194 લોકોને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ કરવામાં આવી છે. ચાલો આપણે જાણીએ કે આ આંકડા સતત બદલાતા રહે છે.
વિશ્વમાં કોરોના વાઈરસથી 6.51 લાખથી વધુના લોકોના મોત - coronavirus news
કોરોના વાઈરસની બિમારીએ લાખો લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર મહિનામાં કોરોના વાઈરસનો પહેલો કેસ સામે આવ્યા બાદ કોરોના ચેપને કારણે છ લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વના 180 કરતાં પણ વધારે દેશો કોરોનાની ઝપેટમાં આવ્યાં છે.
![વિશ્વમાં કોરોના વાઈરસથી 6.51 લાખથી વધુના લોકોના મોત Covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8185434-541-8185434-1595818752223.jpg)
Covid 19
મળતી માહિતી મુજબ, કોરોના વાયરસથી સંક્રમિત 1,00,37,636 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે વિશ્વભરમાં 57,15,884 કેસ સક્રિય છે. આ આંકડા વર્લ્ડમીટરથી લેવામાં આવ્યા છે.
યુ.એસમાં અત્યાર સુધી 1,49,398 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. બ્રાઝિલમાં મોતનો આંકડો 86 હજારને પાર કરી ગયો છે. બ્રિટનમાં કોવિડ -19થી 45738ના મોત અને ભારતમાં 32 હજાર દર્દીઓના મોત થયા છે.
Last Updated : Jul 27, 2020, 12:41 PM IST