વૉશિંગ્ટન: ચીનના વુહાન શહેરથી ફેલાયેલો કોરોના વાઈરસથી દુનિયાભરમાં 22 જુલાઈ સુધી 6,18,485 લોકોના મોત થયા છે. દુનિયાભરમાં 1,50,84,578 લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. આપને જણાવી દઈએ કે, કોરોનાના આંકડા સતત બદલતા રહે છે.
દુનિયાભરમાં કોરોનાથી 6.18 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા - gujaratinews
દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)થી ફેલાયેલી મહામારીએ લાખો લોકોનો જીવ લીધો છે. ગત્ત ડિસેમ્બર મહિનામાં સંક્રમણનો પ્રથમ કેસ સામે આવ્યા બાદ કોરોના સંક્રમણના 6 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયામાં 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 1,50,84,578 લોકો કોરોના મહામારીની ઝપેટમાં આવ્યા છે.
![દુનિયાભરમાં કોરોનાથી 6.18 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા covid 19](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8122485-1032-8122485-1595393355957.jpg)
covid 19
દુનિયાભરમાં કોરોનાથી 6.18 લાખથી વધુના મોત
આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત 91,10,623 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દુનિયાભરમાં 53,63,158 એક્ટિવ કેસ છે. જેમાં અંદાજે 63,688 થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટર (Worldometer) પરથી લેવામાં આવ્યા છે.