વૉશિંગ્ટન / નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 21 જુલાઈની સવારે આઠ વાગ્યા સુધીમાં 6,12,829થી વધુ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં કોરોનાથી 6.12 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા - Corona Virus
દુનિયાભરમાં કોરોના વાઇરસ મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે, ત્યારે ગત વર્ષ ડિસેમ્બરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે 6 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180 દેશ અને ક્ષેત્રોમાં 14, 844, 998થી વધુ લોકો આ મહામારીનો શિકાર થયા છે.

વૈશ્વિક આંકડાઓ
દુનિયાભરમાં 14, 844, 998 લોકોની કોરોના વાઇરસથી સંક્રમિત થયાની પુષ્ટી થઈ છે. તમને જણાવી દઈએ કે, આ આંકડાઓ સતત વધી રહ્યાં છે. આંકડાઓ અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 8,906,690થી વધુ લોકો સ્વસ્થ પણ થઈ ચુક્યા છે.
દુનિયાભરમાં 5,332,797થી વધુ કેસ એક્ટિવ છે. જેમાંથી એક ટકા એટલે કે 59, 816થી વધુ લોકો ગંભીર છે. આ આંકડાઓ વલ્ડોમીટરમાંથી લેવામાં આવ્યાં છે.