હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 15 જૂલાઇની સવારે 8 કલાક સુધી 5,80,276થી વધુ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં 5.80 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા - કોવિડ 19 ટ્રેકર
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર માસમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. જે બાદ સંક્રમણથી 5.80 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 1,34,47,354 થી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે.
Global COVID-19 tracker
દુનિયાભરમાં 1,34,47,354 લોકોના કોરોનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. વધુમાં જણાવીએ તો આ આંકડા સતત બદલતા રહે છે.
આ આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 78,47,226થી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. દુનિયાભરમાં 50,29,011થી વધુ સક્રિય કેસ છે, જેમાંથી લગભગ એક ટકા એટલે કે, 59,579થી વધુ કેસ ગંભીર છે. આ આંકડા વર્લ્ડોમીટરથી મેળવેલા છે.