હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસથી દુનિયાભરમાં 10 જુલાઇના સવારે 10 કલાક સુધી (ભારતીય સમયાનુસાર) સુધી 5,56,601થી વધુ લોકોના મોત થયા છે.
કોરોનાઃ દુનિયાભરમાં 5.56 લાખ લોકોના મોત, જાણો વૈશ્વિક આંકડીય માહિતી - વર્લ્ડોમીટર
દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીથી લાખો લોકોના મોત થયા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો. જે બાદ કોરોના સંક્રમણથી 5.56 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને વિસ્તારોમાં 1,23,78,854થી વધુ લોકો આ મહામારીની ચપેટમાં આવ્યાં છે.
કોરોના વાઇરસ
દુનિયાભરમાં1,23,78,854 લોકોને કોરોના વાઇરસથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. જેમાં સતત વધારો થવાની શક્યતા છે.
વર્લ્ડોમીટર (Worldometer) દ્વારા મળતી આંકાડકીય માહિતી અનુસાર, દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 72,24,987થી વધુ લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 46,11,210 થી વધુ કેસ હાલ સક્રિય છે, જેમાંથી લગભગ 1 ટકા એટલે કે 58,652થી વધુ કેસ ગંભીર છે.