હૈદરાબાદઃ દુનિયાભરમાં કોરોના વાઈરસ (COVID-19)થી મહામારી ફેલાઈ રહી છે. રોજ લાખો લોકો જીવ ગુમાવી રહ્યાં છે. ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં કોરોના સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યો હતો, ત્યારબાદ વકરતાં સંક્રમણને પગલે 5.32 લાખ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશના વિસ્તારમાં 1,13,71,646થી વધુ લોકો મહામારીની ઝપેટમાં આવ્યાં છે.
દુનિયાના 180થી વધુ દેશમાં કોરોના સંક્રમણનો શિકાર, 5.32 લાખથી વધુ લોકોના મોત - દુનિયામાં 5 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત
ચીનના વુહાન શહેરમાં ફેલાયેલા આ જીવલેણ વાઈરસના કારણે પ જુલાઈ સવારે સાત કલાક સુધી (ભારતીય સમય મુજબ) 5,32,856થી વધુ લોકોના મોત થયા છે.
Global COVID-19 tracker
દુનિયાભરમાં 1,13,78,979 લોકો કોરોના સંક્રમિત હોવની પુષ્ટી થઈ છે. જેમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્લડોમીટર (Worldometer)એ જણાવેલી આંકડાકીય માહિતીનુસાર, કોરોનાથી 64,33,963થી વધુ સ્વસ્થ્ય થાય છે. જ્યારે હાલ 44,11,632 કેસ સક્રિય છે. જેમાંથી એક ટકા લોકો એટલે કે, 58,530થી વધુ કેસ ગંભીર છે.