હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા જીવલેણ વાઈરસથી દુનિયાભરમાં 4 જુલાઈ સવારે 10 કલાક સુધી (ભારતીય સમય મુજબ) 5,28,378થી વધુ લોકોના મોત થયા છે.
દુનિયાભરમાં 5.28 લાખથી વધુ લોકોના મોત, 1 કરોડ 9 લાખથી વધુ લોકો સંક્રમિત
દુનિયાભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગત ડિસેમ્બર મહિનામાં પહેલો કોરોના કેસ નોંધાયો હતો, ત્યારબાદ આ મહામારીમાં સતત વધારો થતાં 5.28 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયામાં 180થી વધુ ક્ષેત્રોમાં 11,191,681થી વધુ લોકો આ મહામારીની ભોગ બન્યા છે.
દુનિયાભરમાં 5.28 લાખથી વધુ લોકોના થયા મોત, જાણો વૈશ્વિક આંકડા
દુનિયાભરમાં 1,11,81,818 લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટી થઈ છે અને સંદતર આ આંકડામાં વધારો થઈ રહ્યો છે.
વર્લ્ડોમીટર (Worldometer) દ્વારા જણાવેલા આંકડાનુસાર, દુનિયાભરમાં 62,92,023થી વધુ સ્વસ્થ્ય પણ થયા છે. જ્યારે 43,64,583 વધુ કેસ સક્રિય છે. જેમાં 2 ટકા એટલે કે, 53,165થી વધુ કેસ ગંભીર છે.
Last Updated : Jul 4, 2020, 12:46 PM IST