હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઈરસથી દુનિયાભરમાં જુલાઈ સવાર સાત કલાકે (ભારતીય સમયનુસાર) સુધી 5.18 લાખ લોકોના મોત થયા છે. દુનિયાભરમાં એક કરોડથી વધુ લોકો કોરોના સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. સંક્રમણના કારણે 5.18થી વધુ લોકોના મોત થયા છે.
કોરોના વૈશ્વિક મહામારી, દુનિયાભરમાં અત્યાર સુધી 5.18 લાખથી વધુના મોત, જાણો વૈશ્વિક આંકડા...
દુનિયાભરમાં કોરોના સંક્રમણના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત વર્ષ ડિસેમ્બર મહિનામાં પહેલો કોરોના કેસ સામે આવ્યો હતો, ત્યારબાદથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 5.18 લાખ લોકોના મોત થઈ ચૂક્યા છે. દુનિયાના 180થી વધુ દેશમાં 1 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે.
Global COVID-19 tracker
નોંધનીય છે કે, દિવસેને દિવસે કોરોનાથી મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. વર્લ્ડોમીટર (Worldometer)ની આંકડાકીય માહિતી મુજબ, દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત 59.34 લાખથી વધુ લોકો સ્વાસ્થ્ય થઈ ચૂક્યા છે.
હાલ વિશ્વમાં 43.42 લાખથી વધુ કેસ એક્ટિવ છે. જેમાં એક ટકા એટલે કેસ 57,987 વધુ લોકોની હાલત ગંભીર છે.