હૈદરાબાદ: ચીનના વુહાન શહેરથી ફેલાયેલા જીવલેણ કોરોના વાઇરસને કારણે 25 જૂનના રોજ સુધી 4,83,957 થી વધુ લોકોના મોત નીપજ્યાં છે.
ત્યારે વિશ્વવ્યાપી, 95,33,443 લોકો કોરોના વાઇયરસથી સંક્રમિત થયા છે. જોકે, સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસથી સંક્રમિત 50.41 લાખથી વધુ લોકો સ્વસ્થ્ય થયા છે.આ આંકડાઓમાં સતત્ત બદલાવ થઇ રહ્યો છે.આ તમામ આકંડા Worldometer થી લેવામાં આવ્યા છે.
વિશ્વના 213 દેશોમાં કોરોના વાઇરસ ફેલાયો છે. દરરોજ કોરોના ચેપની સંખ્યા વધી રહી છે. વર્લ્ડમિટર અનુસાર, સમગ્ર વિશ્વમાં 95 લાખથી વધુ લોકોને કોરોના ચેપ લાગ્યો છે, જ્યારે મૃત્યુઆંક ચાર લાખ 83 હજારને વટાવી ગયો છે. 51 લાખથી વધુ લોકો ઉપચાર કરવામાં આવ્યા છે. વિશ્વના આશરે 66 ટકા કેસ ફક્ત 10 દેશોમાંથી આવ્યા છે. આ દેશોમાં કોરોના પીડિતોની સંખ્યા 62 લાખથી વધુ છે.
કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશ અમેરિકા છે. યુ.એસ. માં અત્યાર સુધીમાં 24.5 મિલિયનથી વધુ લોકોને કોરોના ચેપ લાગ્યો છે. એક લાખ 24 હજારથી વધુ મોત થયા છે. પરંતુ હવે અમેરિકા કરતા દરરોજ બ્રાઝિલમાં વધુ કેસો અને મૃત્યુ નોંધાયા છે. યુ.એસ. માં છેલ્લા 24 કલાકમાં 39,000 કેસ નોંધાયા હતા અને 806 લોકોના મોત નીપજ્યાં હતાં. બ્રાઝિલમાં, 40,995 કેસ નોંધાયા હતા અને 1,103 લોકો મૃત્યુ પામ્યા હતા. બ્રાઝિલ પછી, રશિયા અને ભારતમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી ઝડપથી વધી રહી છે.
બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટાલી, ભારત, પેરુ, ચિલી, ઇટાલી, ઈરાનમાં કોરોના કેસની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે. આ સિવાય એવા નવ દેશ છે જ્યાં એક લાખથી વધુ કોરોના કેસ છે. ત્યાં ચાર દેશો (અમેરિકા, બ્રાઝિલ, બ્રિટન, ઇટાલી) છે જ્યાં 30 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.