હૈદરાબાદ: દુનિયાભરમાં કોરોના વાઈરસના કારણે 134,610 લોકોના મોત થયા છે જ્યારે વિશ્વના 200થી વધુ દેશમાં 20 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ ઉપરાંત દુનિયાભરમાં કોરોના વાઈરસથી 5 લાખ 10 હજાર 329 લોકો કોરોનાના સંક્રમણથી સ્વસ્થ થયા છે. આ આંકડા વર્લ્ડોમીટરના (Worldometer) જણા્વ્યા અનુસાર છે.
અમેરિકામાં કોરોના વાઈરસથી મૃતકોની સંખ્યા 25000ને પાર પહોંચી છે. અહીં એક દિવસમાં 2,129 લોકોના મોત થયા થયા હતા.
મળતી માહિતી પ્રમાણે, કોવિડ-19ના પ્રકોપથી અમેરિકામાં મરનારા લોકોની સંખ્યા 28,529 સુધી પહોંચી છે. જ્યારે સંક્રમિતો સંખ્યા 6,44,089 છે. અમેરિકાની જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાનુસાર, મંગળવાર સુધી 6,05,000થી વધુ લોકો સંક્ર્મિત હોવાનું જાણવા મળ્યું હતું.
એક જ દિવસમાં મહત્તમ 2,129 અમેરિકીયોના મોત થયા હતા. આ પહેલા 10 એપ્રિલના રોજ એક જ દિવસમાં 2,074 લોકોનાં મોત થયાં હતાં. દેશમાં આ રોગના કેન્દ્ર એવા ન્યુ યોર્કમાં, 214,648 લોકો સંક્રમિત થયાની પુષ્ટિ કરી છે અને 11,586 લોકોનાં મોત થયા છે.
- કોરોના વાઈરસ સંકટને સંબધિત માહતી....
ઇટાલીમાં મૃત્યુઆંક 21,645 પર પહોંચી ગયો