હૈદ્રાબાદઃ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા મહાભયાનક કોરોના વાઈરસ એટલે કોવીડ-19 સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. આ વાઈરસના કારણે 24,000 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે 5.90 લાખ લોકો સંક્રમિત છે.
કોરોના વાઈરસનો કહેરઃ વિશ્વમાં કુલ 27,000થી વધુના મોત, 5.90 લાખ અસરગ્રસ્ત - global
વિશ્વભરમાં કોરોના વાઈસર(કોવીડ-19)નો ફેલાવો સતત વધી રહ્યો છે. આ વાઈરસ અત્યારસુધીમાં 27,000 કરતા વધુ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે. તેમજ 5.90 લાખ લોકોને પોતાના ભરડામાં લીધા છે.
Global COVID-19 tracker
અમેરિકામાં કોવીડ-19ના દર્દીઓની સંખ્યા વધીને 85,600થી વધુ થઈ છે. જે બીજા દેશોની સરખામણીમાં સૌથી વધુ છે. આ વાઈરસ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. કોરોના વાઈરસના કુલ સંક્રમિતોમાંથી 1.29 લાખ લોકો સ્વસ્થ થઈ ગયા છે.
વર્લ્ડોમીટરના આંકડા મુજબ દુનિયાભરનમાં અસરગ્રસ્તોની સંખ્યા 3.98 લાખથી વધુ લોકોમાં કોરોના વાઈરસના શંકાસ્પદ લક્ષણો દેખાઈ રહ્યા છે. આ કુલ સંક્રમણની સંખ્યાના 95 ટકા છે. જોકે, 5 ટકા લોકો ગંભીર રૂપે સંક્રમિત છે. આ ગંભીર દર્દીની સંખ્યા 21000થી વધુ છે.