ગુજરાત

gujarat

ETV Bharat / international

વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાઈરસ, મૃત્યઆંક 18 હજારને પાર - વિશ્વભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે.

વિશ્વભરમાં કોરોના વાઈરસથી સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. માત્ર ચીનમાં જ આ આંકડો 4.22 લાખ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં 18,891 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજી બાજુ એક લાખ લોકો સાજા પણ થઈ ગયા છે.

a
વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાઈરસ, મૃત્યઆંક 18 હજારની પાર

By

Published : Mar 25, 2020, 4:22 PM IST

હૈદરાબાદઃ કોરોના વાઈરસની વિશ્વવ્યાપી અસરની તાજી જાણકારી મુજબ, 25 માર્ચ સુધીમાં આ જીવલેણ વાઈરસથી સમગ્ર વિશ્વમાં 18,891 લોકોના મોત થયા છે. લાખોની સંખ્યામાં લોકોને આઈસોલેટેડ કરાયા છે. તબીબો રાત - દિવસ જોયા વગર લોકોની સારવાર કરી રહ્યા છે.

કોરોના વાઇરસની મહાનારી વચ્ચે 1,07,000 લોકો બિમારીમાંથી બહાર આવ્યા છે. ચીનની રાષ્ટ્રીય આરોગ્ય પંચના જણાવ્યાં મુજબ ચીનમાં નવા 47 કોવિડ-19ના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જો કે, સેન્ટ્રલ ચીનમાં કોઈ નવો કેસ પ્રકાશમાં આવ્યો નથી. આ તકે વુહાનમાં 8 એપ્રિલ સુધી લોકડાઉન કરાયું છે.

વિશ્વભરમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના વાઈરસ, મૃત્યઆંક 18 હજારની પાર

ઈઓવા ગવર્નર રેનોલ્ડસે રાજ્યમાં કોરોના વાઈરસથી પહેલું મોત થયું હોવાની પૃષ્ટિ કરી હતી. જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 19એ પહોંચી છે.

કોરોના વાઈરસના પગલે ફાન્સમાં પણ ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી.

ABOUT THE AUTHOR

...view details