ગુજરાત

gujarat

ETV Bharat / international

જાપાનના વડાપ્રધાન તરીકે એકવાર ફરી ફુમિયો કિશિદા ચૂંટાઈ આવ્યા - ફુમિયો કિશિદા જાપાનના વડાપ્રધાન

જાપાનના વડાપ્રધાન (PM Of Japan) તરીકે એકવાર ફરી ફુમિયો કિશિદા ચૂંટાઈ આવ્યા છે. તેઓ આજે જ પ્રધાનમંડળ (Cabinet)નું ગઠન કરશે. તેમની પાર્ટીની આ જીતને મહામારીનો સામનો કરવા અને કથળતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના જનાઆદેશ તરીકે જોવામાં આવી રહી છે.

જાપાનના વડાપ્રધાન તરીકે એકવાર ફરી ફુમિયો કિશિદા ચૂંટાઈ આવ્યા
જાપાનના વડાપ્રધાન તરીકે એકવાર ફરી ફુમિયો કિશિદા ચૂંટાઈ આવ્યા

By

Published : Nov 10, 2021, 6:06 PM IST

  • ફુમિયો કિશિદા જાપાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા
  • 465 સભ્યોવાળા નીચલા ગૃહમાં 261 બેઠકો જીતી
  • કેબિનેટની રચના બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે

ટોક્યો: જાપાનમાં ફુમિયો કિશિદા (Fumio Kishida) સંસદીય ચૂંટણીમાં પોતાની સત્તારૂઢ પાર્ટીની મોટી જીત બાદ એકવાર ફરી વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યા છે. લગભગ એક મહિનાથી કેટલાક સમય પહેલા સંસદે તેમને વડાપ્રધાન (Prime Minister) તરીકે ચૂંટ્યા હતા, ત્યારબાદ તેમણે તાત્કાલિક ચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી.

નીચલા ગૃહમાં 261 બેઠકો જીતી

કિશિદાની પાર્ટીએ 465 સભ્યોવાળા નીચલા ગૃહમાં 261 બેઠકો જીતી છે. વિજય સાથે કિશિદાની સત્તા પર પકડ વધુ મજબૂત બની હતી. હવે તેમની પાર્ટીની આ જીતને મહામારીનો સામનો કરવા અને કથળતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના જનાઆદેશ તરીકે જોવામાં આવી રહી છે.

કેબિનેટમાં હશે જૂના પ્રધાનો

આજે જ તેઓ કેબિનેટની રચના કરશે. એક સિવાય તમામ જૂના પ્રધાનોને કેબિનેટમાં સામેલ કરવામાં આવશે. કેબિનેટની રચના બાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ કરશે. ગયા મહિને લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ કિશિદાને વડાપ્રધાન તરીકે ચૂંટ્યા હતા.

યોશિહિદે સુગાએ રાજીનામું આપવું પડ્યું હતું

અગાઉ, યોશિહિદે સુગાએ કોવિડ-19ના મેનેજમેન્ટ અને રોગચાળા વચ્ચે ટોક્યો ઓલિમ્પિક યોજવાના નિર્ણયની ટીકાને કારણે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ એક વર્ષ સુધી વડાપ્રધાન રહ્યા હતા.

આ પણ વાંચો: નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મલાલા યુસુફઝાઈ બર્મિંગહામમાં લગ્નના બંધનમાં બંધાઈ

આ પણ વાંચો: નવાબ મલિકના આરોપને સમીર વાનખેડે પાયાવિહોણા ગણાવ્યા

ABOUT THE AUTHOR

...view details