- પાકિસ્તાનમાં ચાર મહિલઓને નિર્વસ્ત્ર હાલતમાં માર માર્યો
- ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો
- પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી
લાહોર:પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં લોકોના એક જૂથ દ્વારા ચાર મહિલાઓને નિર્વસ્ત્ર (Four women stripped naked in Faisalabad) કરીને રસ્તા પર ઘસડીને માર મારવામાં આવ્યો હતો. તેનો એક માત્ર દોષ એ હતો કે, તેના પર દુકાનમાંથી ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. લાહોરથી લગભગ 180 કિલોમીટર દૂર ફૈસલાબાદમાં શરમજનક ઘટના બની છે.
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં એક કિશોર સહિત ચાર મહિલાઓ તેમના શરીરને ઢાંકવા માટે આસપાસના લોકો પાસે કપડાના ટુકડા માટે વિનંતી કરે છે, પરંતુ બદલામાં તેમને લાકડીઓથી મારવામાં આવી રહી છે. મહિલાોઓ રડતી રડતી લોકોને વિનંતી કરે છે કે, અમને જવા દો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં. તેઓને એક કલાક સુધી નિર્વસ્ત્ર હાલતમાં રસ્તા પર પરેડ કરવામાં આવી હતી. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પંજાબ પોલીસ એક્શનમાં આવી ગઈ છે.