ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ Mamnoon Hussainનું નિધન, ભારત સાથે હતું ખાસ કનેક્શન - કરાચીમાં મમનૂન હુસૈનનું નિધન

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન (Former President of Pakistan Mamnoon Hussain)નું બુધવારે કરાચીમાં નિધન થયું છે. પૂર્વ રાષ્ટ્રપતિના પૂત્ર અર્સલન મમનૂને આ વાતની પુષ્ટિ કરી હતી. 80 વર્ષીય મમનૂન હુસૈન (Mamnoon Hussain)કેન્સરથી પીડિત હતા. છેલ્લા 2 અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ બુધવારે તેમનું નિધન થયું છે.

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનનું નિધન, ભારત સાથે હતું ખાસ કનેક્શન
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનનું નિધન, ભારત સાથે હતું ખાસ કનેક્શન

By

Published : Jul 16, 2021, 10:56 AM IST

  • પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનૂન હુસૈનનું કરાચીમાં થયું નિધન
  • કેન્સરથી પીડિત 80 વર્ષીય મમનૂન હુસૈન 2 અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા
  • PML-N પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી

ન્યૂઝ ડેસ્કઃ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન (Former President of Pakistan Mamnoon Hussain)નું બુધવારે કરાચીમાં નિધન થયું છે. પૂર્વ રાષ્ટ્રપતિના પૂત્ર અર્સલન મમનૂને આ વાતની પુષ્ટિ કરી હતી. 80 વર્ષીય મમનૂન હુસૈન કેન્સરથી પીડિત હતા. છેલ્લા 2 અઠવાડિયાથી એક ખાનગી હોસ્પિટલ (Private Hospital)માં તેમની સારવાર ચાલી રહી હતી, પરંતુ બુધવારે તેમનું નિધન થયું છે. તેઓ પાકિસ્તાનના 12મા રાષ્ટ્રપતિ હતા. પાકિસ્તાનમાં PML-N પાર્ટી જ્યારે સત્તામાં હતી ત્યારે તે વર્ષ 2013-18 સુધી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ રહ્યા હતા. તેઓ PML-Nના વરિષ્ઠ નેતા હતા.

આ પણ વાંચો-બાલિકા વધૂની 'દાદી સા 'ના પાત્રથી પ્રસિદ્ધ થયેલી સુરેખા સીકરીનું નિધન

મમનૂન હુસૈન (Mamnoon Hussain)નો જન્મ વર્ષ 1940માં ભારતના આગ્રામાં થયો હતો

મમનૂન હુસૈનનો (Mamnoon Hussain) જન્મ ભારતના આગ્રા જિલ્લામાં 23 સપ્ટેમ્બર 1940ના રોજ થયો હતો. મમનૂન હુસૈન (Mamnoon Hussain) એક વેપારી હતા. મુસ્લિમ લીગ સાથે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનારા મમનૂન હુસૈન (Mamnoon Hussain) કરાચીમાં લીગના સંયુક્ત સચિવ બન્યા હતા. તેમણે ઈન્સ્ટિટ્યૂટ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, કરાચીથી એમબીએની ડિગ્રી મેળવી હતી. વર્ષ 1993માં જ્યારે નવાઝ શરીફ વિપક્ષમાં હતા ત્યારે મમનૂન હુસૈને PML-N સાથે સક્રિય રીતે કામ શરૂ કર્યું હતું. સિંધ ક્ષેત્રના તત્કાલીન મુખ્યપ્રધાન લિયાકત અલી જતોઈના સલાહકાર તરીકે પણ તેમણે કામ કર્યું હુતં. ત્યારબાદ વડાપ્રધાન નવાઝ શરીફે (Nawaz Sharif) વર્ષ 1999માં તેમને સિંધ ક્ષેત્રના ગવર્નર બનાવ્યા હતા.

આ પણ વાંચો-1983ના વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય Yashpal Sharmaનું હાર્ટ એટેકથી મૃત્યુ

પૂર્વ રાષ્ટ્રપતિ નવાઝ શરીફના વિશ્વાસપાત્ર હતા

ઓક્ટોબર 1999માં જ્યારે પાકિસ્તાનમાં મિલિટરી શાસન લાગ્યું હતું. ત્યારે મમનૂન હુસૈન સંપૂર્ણ મજબૂતી સાથે નવાઝ શરીફના પક્ષમાં ઉભા હતા અને તેમ સમયે અનેક પાર્ટીઓએ નવાઝ શરીફનો સાથ છોડી દીધો હતો. મમનૂન હુસૈન (Mamnoon Hussain)ના નિધન પછી PML-Nના અધ્યક્ષ શાહબાઝ શરીફે પોતાની સંવેદના પ્રગટ કરતા પૂર્વ રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી હતી. તો PML-N પાર્ટીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરી લખ્યું હતું કે, પૂર્વ રાષ્ટ્રપતિ નવાઝ શરીફના ભરોસાપાત્ર અને સૈદ્ધાંતિક નજીકના વ્યક્તિ હતા.

ABOUT THE AUTHOR

...view details