ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન અને પીપીપીના વરિષ્ઠ નેતા યૂસુફ રઝા ગિલાનીનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગેની જાણકારી તેમના પુત્ર કાસિમ ગિલાનીએ ટ્વીટ કરીને આપી હતી. કાસિમે ટ્વીટ કરીને ઈમરાન ખાન સરકાર અને રાષ્ટ્રીય જવાબદેહી બ્યૂરો (NAB) પર આરોપ લગાવ્યો હતો. કાસિમે કટાક્ષમાં કહ્યું કે, આભાર ઈમરાન સરકાર અને NAB. તમે મારા પિતાના જીવનને સફળતાપૂર્વક જોખમમાં મૂક્યું છે. તેમને તપાસ દરમિયાન કોરોના પોઝિટીવ આવ્યો છે.
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાની કોરોના સંક્રમિત - nationalnews
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન યૂસુફ રઝા ગિલાનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Former Pak PM
યુસુફ રઝા ગિલાનીના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સૂચના મળ્યા બાદ PPPના સિનેટર શેરી રહમાને ટ્વીટ કરીને ગિલાનીના જલદી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.